For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા નેનો: 9 મહિનામાં વેચાઈ 1 કાર, બની તો એક પણ નહીં

થોડા વર્ષો પહેલા ખુબ જ શાનથી લોન્ચ કરવામાં આવેલી ટાટા મોટર્સની કાર નેનો કારને આ વર્ષે ખરીદદારો મળી રહ્યા નથી.

|
Google Oneindia Gujarati News

થોડા વર્ષો પહેલા ખુબ જ શાનથી લોન્ચ કરવામાં આવેલી ટાટા મોટર્સની કાર નેનો કારને આ વર્ષે ખરીદદારો મળી રહ્યા નથી. છેલ્લા 9 મહિનામાં દેશમાં ફક્ત 1 નવી કારનું વેચાણ થયું છે. એટલું જ નહીં, કંપનીએ આ સમયગાળા દરમિયાન એક પણ નેનો કાર પણ તૈયાર કરી નથી. જ્યારે ટાટા નેનો કાર લોન્ચ કરવામાં આવી ત્યારે તે વિશ્વની સૌથી સસ્તી કાર હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ આ કારના લોન્ચિંગ સાથે અજીબ-અજીબ વિવાદોમાં ફસાતી રહી અને થોડા વર્ષોમાં એવી સ્થિતિ છે કે આ કારને દેશમાં ખરીદદારો મળી રહ્યા નથી. જો કે, ટાટા મોટર્સ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે તેણે નેનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે. માર્ચ, 2009 માં નેનો શરૂ કરવામાં આવી ત્યારે તેની કિંમત એક્સ ફેક્ટરી 1 લાખ રૂપિયા જાહેર કરવામાં આવી હતી.

Tata Nano

કંપનીએ શેર બજારને માહિતી આપી

દેશની લિસ્ટિંગ કંપનીઓને શેર બજાર વિશે માહિતી આપવામાં આવે છે. આને નિયમનકારી ફાઇલિંગ કહેવામાં આવે છે. ટાટા મોટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં ઘરેલુ બજારમાં નેનોનું ઉત્પાદન થયું નથી. તે જ સમયે, નેનોનું વેચાણ થયું નથી. આ સતત નવમો મહિનો છે કે નેનો વેચાઈ નથી. આ માહિતી અનુસાર ટાટા મોટર્સે ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન નેનોના માત્ર 297 યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું.

સિંગુરમાં થયો હતો વિવાદ

નેનોનું ઉત્પાદન શરૂ કરતા પહેલા વિવાદ શરુ થઇ ગયો હતો. શરૂઆતમાં, ટાટા મોટર્સ પશ્ચિમ બંગાળના સિંગુરમાં તેની ફેક્ટરી સ્થાપિત કરી રહી હતી. પરંતુ બાદમાં વિરોધ શરૂ થયો. આ વિરોધ એક સમયે હિંસક બન્યો હતો. પછી કંપનીએ સિંગુરથી હટવું પડ્યું અને પછી ગુજરાતમાં ફેક્ટરી સ્થાપવામાં આવી.

આ પણ વાંચો: દુબઈ પોલીસ પાસે છે વિશ્વની સૌથી ઝડપી કાર, 407 કિમી પ્રતિ કલાકની સ્પીડ

English summary
Tata Nano: 1 car sold in 9 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X