ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશનના નવા ફોટો સામે આવ્યા
ઇન્ડિયન રમી ઘ્વારા ટાટા મોટર્સને 3192 ટાટા સફારી સ્ટોર્મ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો.
ઇન્ડિયન રમી ઘ્વારા ટાટા મોટર્સને 3192 ટાટા સફારી સ્ટોર્મ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ટાટા મોટર્સ ઘ્વારા આ ઓર્ડર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને નિશાનને પછાડીને જીત્યો હતો. હાલમાં જ ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશનની કેટલીક તસવીરો અને ફીચર સામે આવ્યા છે.
ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશનની જે નવી ફોટો સામે આવી છે, જેમાં દેખાય છે કે આ નવી એસયુવી નવા સસ્પેનશન, પ્રોટેક્ટિવ અંડર બોડી અને 4*4 ડ્રાઈવ સિસ્ટમ ઉમેરવામાં આવ્યા છે.
આર્મી એક્રોનિમ હિસાબે ટાટા સફારી સ્ટોર્મ GS800 જેમાં GS નો મતલબ છે જનરલ સર્વિસ અને 800 ગાડીના વજનની ક્ષમતા બતાવે છે. ટાટા સફારી સ્ટોર્મ GS800 એક બે દરવાજા વાળી એસયુવી છે. તેના કેબીનમાં એર કન્ડિશન સાથે સાથે બીજી પણ ઘણી સુવિધા આપવામાં આવી છે. પાછળ સમાન રાખવા માટે મોટી જગ્યા આપવામાં આવી છે.

ટાટા સફારી સ્ટોર્મ GS800
ટાટા સફારી સ્ટોર્મ GS800 મારુતિ જીપ્સી ને રિપ્લેસ કરશે, જે લાંબા સમયથી ઇન્ડિયન આર્મીમાં શામિલ હતી.

સેનાની માંગ મુજબ બદલાવ
ટાટા સફારી સ્ટોર્મ GS800 માં મિકેનિકલી કોઈ જ બદલાવ કરવામાં આવ્યા નથી. તેનું વહીલબેઝ સ્ટાન્ડર્ડ મુકાબલે નાનું છે. તેને ભારતીય સેનાની જરૂરત હિસાબથી બનાવવામાં આવ્યું છે. તેમાં સેનાની માંગ મુજબ બદલાવ કરવામાં આવ્યા છે.

ટાટા સફારી સ્ટોર્મ GS800
ટાટા સફારી સ્ટોર્મ GS800 માં 2.2 લીટર, 4 સિલિન્ડર, ટર્બોચાર્જ ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. જે 154 બીએચપી પાવર અને 400 ન્યુટન મીટર ટૉર્ક જનરેટ કરે છે.

ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશન
ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશન ડીઝલ એન્જીન 6 સ્પીડ મેયુઅલ ગિયરબોક્સ સાથે લાવવામાં આવ્યું છે.

ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશન
ટાટા સફારી સ્ટોર્મ આર્મી એડિશન 4*4 ટ્રાન્સફર કેસ આપવામાં આવ્યું છે, જે હાઈ અને લો રેસુ સાથે આવે છે. આ ટ્રાન્સફર કેસને ગિયર લેવલ નજીક આપવામાં આવેલા રોટરી નોબ મદદથી બંધ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
