Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઠાકરે પરિવાર પાસે છે આ લક્ઝરી ગાડીઓ, જુઓ ફોટા

ઠાકરે પરિવાર પાસે છે આ લક્ઝરી ગાડીઓ, જુઓ ફોટા

ઠાકરે પરિવાર ખુબ લાંબા સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. તાજેતરમાં, ઠાકરે પરિવારે મહારાષ્ટ્રમાં ફરીથી સત્તા મેળવી છે, જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. ઠાકરે પરિવારના કાફલામાં ઘણી લક્ઝરી ઈમોર્ટેડ ગાડીઓ જોઇ શકાય છે. ઠાકરે પરિવાર બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, લેન્ડ રોવર જેવી લક્ઝરી કારમાં મુસાફરી કરે છે. ચાલો આપણે જાણીએ કે ઠાકરે પરિવાર કઈ ગાડીઓનો ઉપયોગ કરે છે.

મર્સિડીઝ બેન્ઝ જીએલ-ક્લાસ

મર્સિડીઝ બેન્ઝ જીએલ-ક્લાસ

મહારાષ્ટ્ર રાજ્યના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મર્સિડીઝ બેંઝ જીએલ-ક્લાસનો ઉપયોગ કરે છે. તે જર્મનીના લક્ઝરી કાર ઉત્પાદકની પ્રમુખ એસયુવી છે.

સુવિધાઓ

સુવિધાઓ

તે એક મોંઘી એસયુવી છે અને ઘણી સુવિધાઓથી ભરેલી છે. ઉદ્ધવ ઠાકરે અનેક પ્રસંગોએ સફેદ રંગની જીએલ-ક્લાસની સવારી કરતા જોવા મળ્યા છે.

મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ

મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ

ઉદ્ધવ અને તેના પિતરાઇ ભાઇ, રાજ ઠાકરે, મુંબઈમાં હળવા વાદળી રંગની જૂની પેઢીની એસ-ક્લાસમાં પ્રવાસ કરતા ઘણા પ્રસંગો પર જોવા મળ્યા છે. આ જોડી હવે એક સાથે જોવા મળતી ન હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરે આ કારનો હમણાં પણ ઉપયોગ કરે છે.

બીએમડબલ્યુ 5 જીટી

આદિત્ય ઠાકરેએ પોતાની સત્તાવાર ચૂંટણી ફાઇલિંગમાં ખુલાસો કર્યો છે કે તેઓ વપરાયેલ બીએમડબલ્યુ 5 જીટીનો ઉપયોગ કરે છે, જેની કિંમત 6.5 લાખ રૂપિયા છે.

ચૂંટણી પ્રચાર

ચૂંટણી પ્રચાર

આદિત્યને બ્લૂ લગૂન રંગની 5 જીટી સાથે અનેક પ્રસંગોએ જોવામાં આવ્યા છે. આ કારનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે પણ કરવામાં આવ્યો છે. આ કાર તેની વધુ સ્પેસ અને કમ્ફર્ટ માટે લોકપ્રિય છે.

લેન્ડ રોવર રેંજ રોવર

લેન્ડ રોવર રેંજ રોવર

લેન્ડ રોવર રેંજ રોવર બોલિવૂડની અનેક હસ્તીઓ અને સેલિબ્રિટીઝની પ્રિય કાર છે. આદિત્ય ઠાકરે પણ બ્લુ કલરની રેન્જ રોવરની સવારી કરતા મુંબઇના માર્ગો પર જોઇ શકાય છે. તેમણે આ કાર પર અનેક ચૂંટણી રેલીઓ કરી છે.

મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ

મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ

મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ દેશમાં વેચાનારી સૌથી શાનદાર સેડાનમાંથી એક છે. રાજ ઠાકરે આ કારનો નિયમિત ઉપયોગ કરે છે.

ટોયોટા લેન્ડ ક્રુઝર

ટોયોટા લેન્ડ ક્રુઝર

ટોયોટા લેન્ડ ક્રુઝર એક કાર છે જેનું સ્વામિત્વ વિશ્વભરની ઘણી પ્રખ્યાત હસ્તીઓની પાસે છે. આ કાર વિશ્વભરની પ્રખ્યાત હસ્તીઓને બુલેટ-પ્રૂફ પ્રોટેક્શન આપવા માટે પ્રખ્યાત છે. રાજ ઠાકરે ડ્રાઈવે કરવું ખુબ પસંદ કરે છે અને તેઓને ઘણી વાર જૂની પેઢીની લેન્ડ ક્રુઝમાં ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા છે.

અમારા વિચારો

અમારા વિચારો

દેશ અને વિદેશમાં આવી ઘણી કારો છે જે ભારતના રાજકારણીઓ અને સેલિબ્રિટીઝની પહેલી પસંદ છે. આ કાર તેમને મુસાફરીની સાથે સાથે ઉચ્ચ સુરક્ષા આપે છે. લેન્ડ રોવર, મર્સિડીઝ બેન્ઝ અને બીએમડબ્લ્યુ કાર ભારતમાં ખૂબ પ્રખ્યાત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X