ડેરિંગબાજ ભૂલકાઓઃ મોટેરાઓને શરમાવે તેમ ચલાવી બાઇક
14 નવેમ્બરને વિશ્વભરમાં બાળ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં આ દિવસે પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજંયતી પણ છે. તેઓ ‘ચાચા નહેરુ' તરીકે જાણીતા છે અને ચિલ્ડ્રન્સ ડેને ભારતમાં બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અમે તમને આ અંગેનો ઇતિહાસ જણાવવા નથી જઇ રહ્યાં અને અમે સીધા એક વીડિયો અંગે આજે વાત કરીશું.
આજે અમે એક એવો વીડિયો પસંદ કર્યો છે, જેમાં બાળકો અને મોટરસાઇકલ્સ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે મોટરબાઇક્સ સાથે મોટા થવાનો આનંદ જ કંઇક અનેરો હોય છે. આ વીડિયોમાં બે ચાર અને પાંચ વર્ષના બાળકોને દર્શાવવામાં આવ્યા છે. તમે આ વીડિયોમાં જોઇ શકશો કે બાળકો કેવી સુંદર રીતે બાઇક ચલાવી રહ્યાં છે અને પોતાની ડર્ટ બાઇક્સ થકી તે અનેક લોકોને શરમમાં મુકી શકે તેમ છે.
આ વીડિયોમાં તમે એ પણ જોઇ શકો છોકે દરેક વખતે બાળકો જ્યારે પણ બાઇક સાથે મસ્તી કરી રહ્યાં હતા ત્યારે તેમની કાળજી લઇ રહ્યાં હતા. તો ચાલો તસવીરો થકી બાળ દિવસ નિમિત્તે આ ભુલકાઓની બાઇક સાથેની મસ્તીને નિહાળીએ.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/gOh-Bg7jsrY" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
