For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટોપ 10 બેસ્ટ સેલિંગ કાર્સ

By Super
|
Google Oneindia Gujarati News

હાલના ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા અનેકવિધ નવી કાર લોન્ચ કરવામાં આવી રહી છે, જેથી ભારતના મોટા માર્કેટમાં પોતાની પકડને મજબૂત કરી શકાય. મારુતિ સુઝુકીની વાત કરવામાં આવે તો મારૂતિ સુઝકીએ પોતાની શાખ જાળવી રાખી છે.

આ વર્ષની બેસ્ટ સેલિંગ કાર્સમાં મારુતિ સુઝુકીની અનેક કાર્સ છે. તેમ છતાં હુન્ડાઇ સેન્ટ્રો, વેરેના સહિતના અન્ય ઘણા મોડલ્સ પણ ટોપટેન બેસ્ટ સેલિંગ વ્હીકલ્સમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ થયા છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એક એવી યાદી રજૂ કરી રહ્યાં છીએ જેમાં ભારતીય ઓટમોબાઇલ મેન્યુફેક્ચર્સ સોસાયટી દ્વારા આપવામાં આવેલા આંકડાં અનુસાર આ વર્ષે દેશની ટોપ સેલિંગ કાર કઇ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતની બેસ્ટ સેલિંગ કાર્સ અંગે.

બેસ્ટ સેલિંગ કાર્સ

બેસ્ટ સેલિંગ કાર્સ

ભારતની આ વર્ષની બેસ્ટ સેલિંગ કાર્સ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

10. હોન્ડા અમેઝ

10. હોન્ડા અમેઝ

આ યાદીમાં 10માં ક્રમે આવે છે, જાપાનીઝ કાર નિર્માતા કંપની હોન્ડાની અમેઝ. દેશમાં આ વર્ષે અત્યારસુધીમાં આ કારના 15,182 યુનિટ વેચાયા છે, જોકે પહેલા ક્વાર્ટરની તુલના કરવામાં આવે તો ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં આ કારના 15,853 યુનિટ વેચાયા હતા. જેના કારણે આ વખતે તે સાતમાં ક્રમેથી નીચે ખસકીને 10માં ક્રમે પહોંચી ગઇ છે.

9. મારુતિ સુઝુકી સિલેરિયો

9. મારુતિ સુઝુકી સિલેરિયો

મારુતિ સુઝુકી સિલેરિયો આ વર્ષે લોન્ચ કરવામાં આવી છે અને તેણે આ યાદીમાં નવમું સ્થાન હાસલ કરી લીધું છે. આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ કારના 16,541 યુનિટ વેચાયા છે. આ કારને ઓટો એક્સપો દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી.

8. હુન્ડાઇ એઓન

8. હુન્ડાઇ એઓન

હુન્ડાઇની એન્ટ્રી લેવલની કારને આ યાદીમાં આઠમું સ્થાન મળ્યું છે. એઓનના ફર્સ્ટ ક્વાર્ટરમાં 19,379 યુનિટ વેચાયા છે, ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં આ કારના 24,526 યુનિટ વેચાયા હતા.

7. હુન્ડાઇ એક્સેંટ

7. હુન્ડાઇ એક્સેંટ

આ યાદીમાં હુન્ડાઇની વધુ એક કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં હુન્ડાઇની એક્સેંટ સાતમાં ક્રમે છે. પ્રથમ ક્વાર્ટરમાં એક્સેંટના 21,524 યુનિટ વેચાયા છે.

6. હોન્ડા સિટી

6. હોન્ડા સિટી

હોન્ડા સિટી આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. હોન્ડા સિટીના આ વર્ષે 21,985 યુનિટ વેચાયા છે. ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ આ વર્ષે તેનું પ્રદર્શન સારું છે. ગયા વર્ષે આ સમયગાળામાં 6,949 યુનિટ વેચાયા હતા.

5. હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

5. હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

એપ્રિલથી જૂન પ્રથમ ક્વાર્ટરમાં હુન્ડાઇ ગ્રાન્ટ આઇ ટેનના 26,830 યુનિટ વેચાયા છે, જેના કારણે તે આ યાદીમાં પાંચમાં ક્રમે આવી છે.

4. મારુતિ સુઝુકી વેગન આર

4. મારુતિ સુઝુકી વેગન આર

આ યાદીમાં વેગન આર ચોથા ક્રમે છે. વેગન આરના આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 38,156 યુનિટ વેચાયા છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં તેના 35,141 યુનિટ વેચાયા હતા.

3. મારુતિ સુઝુકી સ્વિફ્ટ

3. મારુતિ સુઝુકી સ્વિફ્ટ

સ્વિફ્ટ આ યાદીમાં ત્રીજા ક્રમે આવે છે. ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં આ કારના 47,442 યુનિટ વેચાયા છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં તેના 48,120 યુનિટ વેચાયા હતા.

2. મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

2. મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

સ્વિફ્ટ ડિઝાયર આ યાદીમાં બીજા ક્રમે છે. ડિઝાયરના ચાલું વર્ષે પહેલા ક્વાર્ટરમાં 50,951 યુનિટ વેચાયા છે. ગયા વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં તેના 49,259 યુનિટ વેચાયા હતા.

1. મારુતિ સઝુકી અલ્ટો

1. મારુતિ સઝુકી અલ્ટો

આ યાદીમાં અલ્ટો પહેલા ક્રમે આવે છે. આ વર્ષે પહેલા ક્વાર્ટરમાં અલ્ટોના 64,573 યુનિટ વેચાયા છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તેના 56,335 યુનિટ વેચાયા હતા.

English summary
In the present Indian automobile market, there have been many new car launches from various manufacturers in an effort to grab a larger market share. Maruti Suzuki however, has remained dominant again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X