Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Top 10: વિશ્વના સૌથી મોંઘા વિમાન જેમાં ઉડે છે ઉદ્યોગપતિઓ

એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવુ હોય તો જમીન, પાણીની સરખામણીએ આકાશમાં ઉડવુંએ સૌથી ઝડપી માર્ગ માનવામાં આવે છે, એટલે કે વિમાનમાં પ્રવાસને સૌથી ઝડપી અને ઓછો સમય ખર્ચતી યાત્રા માનવામાં આવે છે. વિશ્વમાં એવી ઘણી એરલાઇન્સ દ્વારા આ પ્રકારની સર્વિસ ઓફર કરે છે, પરંતુ ઘણા એવા વૈભવી અને ધનિક લોકો પણ છેકે જેઓ પોતાના વ્યક્તિગત વિમાનોમાં ઉડવાનું વધારે પસંદ કરે છે.

કેટલાક આ પ્રકારના વિમાન પોતાની સુવિધા ખાતર રાખતા હોય છે, જેથી તેઓ બની શકે તેટલી ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે કામ સંદર્ભે ઝડપી યાત્રા કરી શકે તો કેટલાક પોતાની વૈભવતાને દર્શાવવા માટે આ પ્રકારના વિમાનો રાખવાનો શોખ ધરાવતા હોય છે. આ પ્રકારની વિમાનની કિંમતો મિલિયન્સમાં શરૂ થતી હોય છે. ત્યારે આજે અમે અહીં આવા જ કેટલાક વિશ્વના સૌથી મોંઘા વિમાનો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વના ટોપ 10 સૌથી મોંઘા વિમાનો અંગે.

સૌથી મોંઘા પ્લેન

સૌથી મોંઘા પ્લેન

વિશ્વના સૌથી મોંઘા પ્લેન અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

10. ડેસૉલ્ટ ફેલકોન 900

10. ડેસૉલ્ટ ફેલકોન 900

આ યાદીમાં 10માં નંબરે આવે છે, ડેસૉલ્ટ ફેલ્કોન 900. આ પ્લેન સ્વિત્ઝરલેન્ડના બિઝનેસમેન સેર્ગિઓ માન્તેગ્ઝા ધરાવે છે. તેની કિંમત 33 મિલિયન ડોલર છે. આ પ્લેન ઝડપી, એફિશિઅન્ટ અને ગરમ હવામાનમાં હાઇ એલ્ટિટ્યૂડમાં એરપોર્ટને એક્સેસ કરી શકે છે. તેમાં થ્રી હનીવેલ ટીએફઇ 731-5બીઆર-1સી ટર્બોફન એન્જીન પાવર છે. આ વિમાન 7 યાત્રીઓને બેસાડી શકે છે. તેની સ્પીડ 950 કિ.મી પ્રતિ કલાક છે અને તે 7400 કિ.મીની રેન્જ પર ઉડી શકે છે.

9. એમ્બરાએર ઇએમબી190બીજે લાઇનેજ 1000

9. એમ્બરાએર ઇએમબી190બીજે લાઇનેજ 1000

આ યાદીમાં તે નવમાં ક્રમે આવે છે. જેના માલિક મેક્સિકન બિઝનેસમેન જોર્જ વેર્ગારા છે. તેની ડિઝાઇન અને નિર્માણ બ્રાઝિલના સૌથી મોટા યાત્રા કેરિઅર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વિમાનની કિંમત 40.95 મિલિયન ડોલર છે અને તેમાં 2 જનરલ ઇલેક્ટ્રિક સીએફ 34-10ઇ ટર્બોફેન એન્જીન્સ દ્વારા શક્તિ પૂરી પાડવામાં આવે છે. વિમાન નિર્માણ કરનાર કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છેકે આ વિમાન 8149 કિ.મીની રેન્જમાં ઉડી શકે છે.

8. ડેસૉલ્ટ ફેલ્કોન 7એક્સ

8. ડેસૉલ્ટ ફેલ્કોન 7એક્સ

આ યાદીમાં આઠમાં ક્રમે આવે છે ડેસૉલ્ટ ફેલ્કોન 7એક્સ આવે છે, જેના માલિક બિલ ગેટ્સ છે, જેની કિંમત 41 મિલિયન ડોલર છે. આ વિમાનમાં 3 પ્રાટ્ટ અને વ્હાઇટની કેનેડા પીડબલ્યુ307એ ટર્બોફેન્સ એન્જીન છે જે તેમાં શક્તિ પૂરી પાડે છે. આ સ્પીડ 900 કિ.મીની ઝડપે ઉડી શકે છે અને તેની રેન્જ 11 હજાર કિ.મીની છે.

7. બોમ્બારડિઅર બીડી-700 ગ્લોબલ એક્સપ્રેસ

7. બોમ્બારડિઅર બીડી-700 ગ્લોબલ એક્સપ્રેસ

આ વિમાન યાદીમાં સાતમું સ્થાન ધરાવે છે. તેની કિંમત 47.7 મિલિયન ડોલર છે. તેના માલિક સેલિન ડાયન અને ઓપ્રાહ વિન્ફ્રે છે. આ વિમાનમાં બે બિએમડબલ્યુ રોલ્સ રોય્સ બીઆર-710 એ-220 ટર્બોફેન્સ દ્વારા શક્તિ આપવામાં આવી છે. તેની સ્પીડ 935 કિ.મી પ્રતિ કલાક છે અને તે લો રેન્જમાં 850 કિ.મી પ્રતિ કલાકની સ્પીડે ઉડી શકે છે. તેની રેન્જ 11,390 કિ.મીની છે.

6. બોઇંગ બિઝનેસ જેટ

6. બોઇંગ બિઝનેસ જેટ

આ યાદીમાં આ વિમાન છઠ્ઠા ક્રમે આવે છે. તેના માલિક ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી છે. તેની કિંમત 55.5 મિલિયન ડોલર છે. આ જેટમાં 50 યાત્રી બેસી શકે છે. તેમાં 2 સીએફએમ ઇન્ટરનેશનલ સીએફએમ56-7 ટર્બોફેન્સ અને તે 11,480 કિ.મી રેન્જમાં 8 યાત્રી સાથે ઉડી શકે છે. તેની મેક્સિમમ સ્પીડ 890 કિ.મી પ્રતિ કલાક છે.

5. ગોલ્ફસ્ટ્રીમ જી-550

5. ગોલ્ફસ્ટ્રીમ જી-550

આ વિમાનના માલિક લક્ષ્મી મિત્તલ અને ફિલિપ ગ્રીન છે, ગોલ્ફસ્ટ્રીમ જી-550 આ યાદીમાં પાંચમા ક્રમે છે. તેની કિંમત 59.9 મિલિયન ડોલર છે. તેમાં રોલ્સ રોય્સ બીઆર 710 ટર્બોફેન એન્જીન્સ છે. આ વિમાન 12,501 કિ.મીની રેન્જે ઉડી શકે છે.

4. એરબસ એ319 કોર્પોરેટ જેટ

4. એરબસ એ319 કોર્પોરેટ જેટ

આ વિમાન યાદીમાં ચોથા ક્રમે છે. જેના માલિક વિજય માલ્યા છે. તેની કિંમત 80.7 મિલિયન છે. તેમાં 39 યાત્રી મુસાફરી કરી શકે છે. તેમાં બે સીએફએમ ઇન્ટરનેશનલ સીએફએમ 56-5 સીરીઝ અથવા બે આઇએઇ વી2500 સીરીઝ એન્જીન છે. તેની રેન્જ 11,650 કિ.મી પર 10 યાત્રી સાથે ઉડવાની ક્ષમતા છે.

3. બોઇંગ 767

3. બોઇંગ 767

આ વિમાનની કિંમત 118 મિલિયન છે અને તેના માલિક રોમન એબ્રોમાવિક છે, જે રશિયન બિઝનેસમેન છે અન્ય એક માલિક ગુગલ ફાઉન્ડર લેરી પેજ છે. યાદીમાં આ વિમાન ત્રીજા ક્રમે છે. તેમાં બ પ્રાટ અને વ્હાઇટની પીડબલ્યુ4062 ટર્બોફેન્સ એન્જી છે જેની રેન્જ 10,343 કિ.મી છે અથવા બે સીએફ6-80સી2બી8એફ એન્જીન છે જે 10,418 કિ.મીની રેન્જ પર ઉડી શકે છે.

2. બોઇંગ 747

2. બોઇંગ 747

યાદીમાં આ વિમાન બીજા ક્રમે આવે છે. તેની કિંમત 153 મિલિયન ડોલર છે. જેના માલિક જોસેફ લાઉ છે, જે રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટર છે. તેમાં 4 જીઇએનએક્સ-2બી67 એન્જીન છે. તેની સ્પીડ 917 કિ.મી પ્રતિ કલાક છે અને તેની રેન્જ 14,800 કિ.મીની છે.

1. એરબસ એ380

1. એરબસ એ380

યાદીમા આ વિમાન પહેલા ક્રમે આવે છે. આ વિશ્વનું સૌથી મોંઘુ વિમાન છે, આ વિમાનના માલિક પ્રિન્સ એલ્વાલીડ બિન તલાલ, સાઉદી બિઝનેસમેન છે. તેની કિંમત 300 મિલિયન ડોલર છે. આ વિમાનમાં ચાર રોલ્સ રોય્સ ટ્રેન્ટ 900 અથવા એન્જીન એલાયન્સ જીપી7200 એજીન્સ છે. તેની સ્પીડ 900 કિ.મી પ્રતિ કલાક છે અને તે 15,700 કિ.મીની રેન્જ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X