ભારતમાં લો બજેટમાં ધૂમ મચાવી રહી છે આ ડીઝલ કાર
4 લાખથી 6 લાખ રૂપિયા સુધીની કિંમત ધરવાતી ડીઝલ હેચબેક કાર્સ ભારતમાં ઘણી જ સ્પાર્ધત્મક રહે છે. ભારતમાં મોંઘવારી અને મધ્યમવર્ગીય કાર ધારકોને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા સારા ફીચર સાથે ભારતીય ઓટોમોબાઇલ બજારમાં એફોર્ડેબલ રેન્જમાં કાર્સ લોન્ચ કરવામાં આવી રહી છે. જેથી તેઓ ભારતમાં પોતાના વ્યાપારનો વિસ્તાર કરી શકે. અને કંપનીઓ દ્વારા આ મીડ રેન્જમાં જે કાર્સ કાઢવામાં આવી રહી છે, તે ભારતીય બજારમાં લોકપ્રીય પણ થઇ રહી છે. પછી એ પેટ્રોલ કાર્સ હોય કે ડીઝલ.
આ પણ વાંચોઃ કિંમત, ફીચર અને એવરેજની ભૂખ સંતોષતી બેસ્ટ સડાન કાર
જેને લઇને આ રેન્જમાં વિવિધ કાર કંપનીઓ વચ્ચે એ હદે સ્પર્ધા ચાલી રહી છેકે પ્રતિસ્પર્ધી કંપની દ્વારા લોન્ચ કરવામા આવેલી કારની તુલનામાં ઓછા ભાવ અને વધુ સુવિધા સાથે કંપનીઓ કાર લોન્ચ કરી રહી છે. આજે અમે અહી એવી જ કેટલીક કાર્સ અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, જે ડીઝલ હેચબેક કાર્સ છે, જેની કિંમત પોસાય તેવી છે અને જે હાલ બજારમાં ધૂમ પણ મચાવી રહી છે, તેમજ એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે.
આ પણ વાંચોઃ મેમાં આ પાંચ કાર નિર્માતા કંપનીઓ બની બેસ્ટ સેલર

ટોપ ડીઝલ હેચબેક કાર્સ
અહી સ્લાઇડ્સ થકી જણાવવામાં આવેલી એવરેજ એઆરએઆઇના આંકડાં અનુસાર છે અને તમામ કિંમત એક્સશોરૂમ દિલ્હી આધારિત છે.

ટાટા ઇન્ડિકા V2
શા માટે સારીઃ- લો મેઇન્ટેનન્સ, સ્પેસિયશ
નબળા પાસાઃ- લૂક અને ડિઝાઇન, નબળી ક્વાલિટી
કિંમતઃ- 4.19 લાખ રૂપિયા
એવરેજઃ- 18 કિ.મી/કલાક

ટાટા ઇન્ડિકા eV2
શા માટે સારીઃ- લો મેઇન્ટેનન્સ, હાઇ ફ્યૂએલ એફિસિઅન્સી, સ્પેશિયશ
નબળા પાસાઃ- ઇન્ડિયા વી2ની જેમ લૂક અને ડિઝાઇન, નબળી ક્વાલિટી
કિંમતઃ- 4.46 લાખ રૂપિયા
એવરેજઃ- 25 કિ.મી/કલાક

ટાટા ઇન્ડિકા વિસ્ટા ટેક
શા માટે સારીઃ- પરફોર્મન્સ અને ફીચર્સ સારા, ઇન્ટિરીયર સ્પેશ
નબળા પાસાઃ- કિંમત પ્રમાણે નબળી ફીટ અને ફિનિશ, જેને ટૂંક સમયમાં બોલ્ટ સાથે બદલવામાં આવનારી છે.
કિંમતઃ- 4.78 લાખ રૂપિયા
એવરેજઃ- 19.1 કિ.મી/કલાક

શેવરોલે બીટ
શા માટે સારીઃ- એવરેજ, ડિઝાઇન, સિટી ટ્રાફીકમાં સહેલાયથી ચલાવી શકાય, ફીચર્સ, ઇક્વિપ્મેન્ટ સારા.
નબળા પાસાઃ- લો ઇન્ટિરીયર સ્પેશ, સ્મોલ રીયર વિન્ડો, સ્મોલ એન્જીન જે હાઇવે ડ્રાઇવિંગ માટે અનુકૂળ નથી.
કિંમતઃ- 4.74 લાખ રૂપિયા
એવરેજઃ- 25.44 કિ.મી/કલાક

ફોર્ડ ફિગો
શા માટે સારીઃ- સ્પેશ, સ્ટીયરિંગ, એસી સારું
નબળા પાસાઃ- બમ્પી રોડ્સ માટે સસ્પેન્શન કમ્ફર્ટેબલ નથી.
કિંમતઃ- 4.88 લાખ રૂપિયા
એવરેજઃ- 20 કિ.મી/કલાક

મારુતિ સુઝુકી રિત્ઝ
શા માટે સારીઃ- ટોલ બોય ડિઝાઇન, એન્જીન અને પ્રેક્ટિકલ
નબળા પાસાઃ- ઇન્ટીરિયર ક્વોલિટીની વધુ સારી બનાવી શકાઇ હોત
કિંમતઃ- 5.24 લાખ રૂપિયા
એવરેજઃ- 23.2 કિ.મી/કલાક

હુન્ડાઇ ગ્રાન્ડ i10
શા માટે સારીઃ- ઇનસાઇડ અને આઉટસાઇડમાં ફીટ-ફિનિશ, એન્જીન, ફીચર્સ અને ઇક્વિપ્મેન્ટ્સ સારા
નબળા પાસાઃ- આ સ્પોર્ટિએસ્ટ હેચબેક નથી.
કિંમતઃ- 5.25 લાખ રૂપિયા
એવરેજઃ- 24 કિ.મી/કલાક

નિસાન માઇક્રા
શા માટે સારીઃ- ફીચર્સ અને ઇક્વિપમેન્ટ્સ સારા, સ્ટાઇલિંગ, લાઇટ સ્ટીયરિંગ, બિલ્ડ ક્વોલિટી, કીલેસ એન્ટ્રી
નબળા પાસાઃ- આ કારમાં નબળું કઇ જણાતું નથી.
કિંમતઃ- 5.57 લાખ રૂપિયા
એવરેજઃ- 23 કિ.મી/કલાક

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
શા માટે સારીઃ- એન્જીન, એવરેજ, પરફોર્મન્સ, હેંડલિંગ
નબળા પાસાઃ- લો બૂટ સ્પેશ, અન્ડરપરફોર્મિંગ બ્રેક્સ, ડિઝાઇન બોરિંગ
કિંમતઃ- 5.58 લાખ રૂપિયા
એવરેજઃ- 22.9 કિ.મી/કલાક












Click it and Unblock the Notifications
