For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોયોટાએ લોન્ચ કરી નવી ઇનોવા, કિંમત 15 લાખ રૂપિયા

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર રજૂ કનારી જાપાનની પ્રથમ વાહન નિર્માતા કંપની ટોયોટાએ દેશમાં પોતાની લોકપ્રિય કાર ઇનોવાનું નવું સંસ્કરણ રજૂ કર્યું છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી ટોયોટા ઇનોવામાં કંપનીએ કેટલાક નવા પરિવર્તન કર્યા છે, જે આ કારને પોતાના હાલના મોડલ કરતા ખાસ બનાવે છે.

તમને જણાવી દઇએ કે ગત દિવસોમાં કંપનીએ ઇન્ડોનેશિયામાં પોતાની ઇનોવાના નવા વેરિએન્ટને લોન્ચ કર્યુ હતુ. એમપીવી સેગ્મેન્ટમાં ટોયોટા ઇનોવા જેવી કોઇપણ બીજી કાર ભારતીય બજારમાં એટલી જાણીતી બની નથી. એક લાંબા સમયથી ઇનોવા સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કેવી હશે નવી ટોયોટા ઇનોવા.

નવી ટોયોટા ઇનોવા

નવી ટોયોટા ઇનોવા

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો શું ખાસ છે નવી ઇનોવામાં.

શાનદાર સ્પોર્ટી લુક

શાનદાર સ્પોર્ટી લુક

કંપનીએ નવી ઇનોવામાં શાનદાર સ્પોર્ટી લુકવાળા ફ્રન્ટ ગ્રીલનો પ્રયોગ કર્યો છે. જે હાલના મોડલની સરખામણીએ ઘણી સારી છે. લોર્જ ક્રોમ ગ્રીલ અને સાથે નવા બમ્પર આ ઇનોવાને સંપૂર્ણપણે ઇનોવેટિવ બનાવે છે.

ફોગ લેમ્પ

ફોગ લેમ્પ

કંપનીએ નવી ઇનોવામાં શાનદાર ફોગ લેમ્પને પણ સામેલ કર્યુ છે. જે રાત્રે ચાલકને સારો પ્રકાશ પુરો પાડે છે.

વિન્ડો પર સાઇડ વાઇઝર

વિન્ડો પર સાઇડ વાઇઝર

આ ઉપરાંત કારે વિન્ડો પર સાઇડ વાઇઝરના સેટનો પ્રયોગ કર્યો છે, જે તાપ અને પાણી બન્નેથી બચાવે છે. તો સાઇડ વ્યૂ મિરરમાં કંપની ઇન્ડીકેટરને પણ સામેલ કર્યું છે.

એક પ્રીમિયમ લુક

એક પ્રીમિયમ લુક

નવી ઇનોવામાં કંપનીએ કારના બહારના ભાગને સાઇડ સ્કર્ટથી ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. એખ પ્રીમિયમ લુક આપવા માટે આવું કરવામાં આવ્યું છે. શાનદાર લુકની સાથે કારના ફીચર્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

રિયર સ્પોયલર

રિયર સ્પોયલર

તમે જોઇ શકો છો કે કંપની એ નવી ઇનોવામાં રિયર સ્પાયલર આપ્યા છે જે સ્પોટલાઇટથી યુક્ત છે.

ટેલ લાઇટ અને સ્ટોપ લાઇટ

ટેલ લાઇટ અને સ્ટોપ લાઇટ

આ છે નવી ઇનોવાની પાછળનો ભાગ છે જે શાનદાર ગાર્નિશથી તૈયાર કર્યા છે. આકર્ષક ટેલ લાઇટની સાથે જ કંપનીએ શાનદાર સ્ટોપ લાઇટનો પણ પ્રયોગ કર્યો છે.

બોટમ રિયર લુક

બોટમ રિયર લુક

કંપનીએ નવી ઇનોવાના એક્જોસ્ટ માટે શાનદાર લુકના મફલરનો ઉપયોગ કર્યો છે. જે કારને શાનદાર બોટમ રિયર લુક પ્રદાન કરે છે.

નિકીલ ક્રોમના શાનદાર પેનલ

નિકીલ ક્રોમના શાનદાર પેનલ

નવી ઇનોવાને વધુ સુંદર બનાવવા માટે કંપનીએ તેના વ્હીલ પર નિકીલ ક્રોમના એક શાનદાર પેનલ આપ્યા છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે.

ક્રોમ ડરો હાઉઝિંગ સેટ

ક્રોમ ડરો હાઉઝિંગ સેટ

આ છે ક્રોમ ડોર હાઉઝિંગ સેટ, જે નવી ઇનોવાના દરવાજાની સુંદરતામાં વધારો કરે છે. નક્કી તમને પણ તે પસંદ પડ્યા હશે.

એક્સ્ટીરિયર સાથે ઇન્ટીરિયર

એક્સ્ટીરિયર સાથે ઇન્ટીરિયર

કંપનીએ આ કારને શ્રેષ્ઠ, એક્સ્ટીરિયની સાથે ઇન્ટીરિયરને ઘણા જ શાનદાર બનાવ્યા છે. કારના ફ્રન્ટ રોમાં શાનદાર લેગ રૂમ, આકર્ષક ઇન્ફોટેંમેંટ સિસ્ટ, માઉન્ટેડ સ્ટીયરિંગ વ્હીલ, બ્લૂટૂથ, યુસબી કન્ટ્રોલ સિસ્ટમ વિગેરે કારની અંદર આધુનિક ટેક્નોલોજીને આકર્ષક બનાવે છે.

7 બેઠક સાથેની સુવિધા

7 બેઠક સાથેની સુવિધા

કંપનીએ આ કારને સાત બેઠકોની સુવિધા સાથે બજારમાં રજૂ કર્યા છે. જો કે, તમે આરામદાયક યાત્રા કરવાની સુવિધા પ્રદાન કર્યું છે. કારની બેઠકને કંપનીએ તમામ આધુનિક ફીચર્સ જેમકે ફોલ્ડિંગ, આર્મરેસ્ટ વિગેરેથી સજાવી છે.

એન્જીન ક્ષમતા

એન્જીન ક્ષમતા

કંપનીએ નવી ઇનોવાના ડીઝલ વેરિએન્ટમાં 2.5 લીટરની ક્ષમતાના ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારને બીએસ 3 અને બીએસ 4 બન્ને નોર્મ્સ માટે રજૂ કરી છે.

વેરિએન્ટ અને કિંમત

વેરિએન્ટ અને કિંમત

વેરિએન્ટઃ Innova 2.5 Z (D) BS3 - કિંમતઃ 14,81,718 રૂપિયા

વેરિએન્ટઃ Innova 2.5 Z (D) BS4 - કિંમતઃ 15,06,718 રૂપિયા

English summary
Toyota has launches new Innova facelift in India at the price of Pricing details of new Toyota Innova facelift remains same. Features, variants of Innova facelift are as follows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X