ટૂંક સમયમાં આવી રહી છે આ કાર, મચાવશે ધમાલ
ભારતીય ઓટોમોબાઇલ બજાર ઝડપથી વધી રહેલું બજાર બની ચૂક્યું છે. તમામ વિષમ પરિસ્થિતિઓમાં છતાં દેશના ઓટોમોબાઇલ બજાર પ્રત્યે લોકોઓની આશાઓ સકારાત્મક જ છે. હાલના દિવસોમાં પેટ્રોલની કિંમતો અને વધારે વ્યાજદરોમાં થયેલા વધારાથી બજારમાં થોડી નરમાઇ જોવા મળી હતી, પરંતુ તેનાથી વાહન નિર્માતાઓના ઉત્સાહમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. ટૂંક સમયમાં બજારમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્ર રજૂ થવા જઇ રહી છે.
આ વર્ષના ફેસ્ટીવ સીઝન એટલે કે દિવાળીથી લઇને આગામી વર્ષ 2014 સુદી દેશમાં અનેક શાનદાર કાર રજૂ કરવાની યોજના છે. જો કે, કેટલીક કંપનીઓ દેશમાં પોતાના હાલના મોડલના અપગ્રેડ વર્ઝનને રજૂ કરશે, પરંતુ કેટલાક વાહન નિર્માતા કંપની દેશમાં પોતાની નવી કાર્સને લોન્ચ કરવા જઇ રહી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, એ કઇ કાર છે, જે ભારતીય બજારમાં ધમાલ મચાવવાની તૈયારીમાં છે.

ભારતીય બજારમાં રજૂ થનારી કાર્સ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જૂઓ ભવિષ્યમાં ભારતીય બજારોમાં રજૂ થનારી શાનદાર કાર્સ

સ્કોડા ઓક્ટિવા
લોન્ચિંગ સમયઃ ઓક્ટોબર
અંદાજીત કિંમતઃ 13થી 18 લાખ રૂપિયા
સ્કોડાએ તાજેતરમાં જ પોતાની સિડાન કાર ઓક્ટિવાનું નવું અવતાર દેશમાં પ્રદર્શિત કર્યું છે. કંપનીએ પોતાની આ નવી સ્કોડા ઓક્ટિવાને પેટ્રોલ અને ડિઝલ બન્ને એન્જીન ઓપ્શન સાથે રજૂ કરી છે. કંપનીએ તેના પેટ્રોલ વેરિએન્ટમાં 1.8 લીટરની ક્ષમતાનું દમદાર ટીએસઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત નવી સ્કોડા ઓક્ટિવાને ડીઝલ વેરિએન્ટમાં કંપનીએ 2.0 લીટરની ક્ષમતાના ટીડીઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

નિસાન ટેર્રોનો
લોન્ચિંગ સમયઃ ઓક્ટોબર
અંદાજીત કિંમતઃ 9થી 13 લાખ રૂપિયા
નિસાનની આ એસયુવીનું નિર્માણ રેનો ડસ્ટરના પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે, પરંતુ કંપનીએ તેના એક્સ્ટીરિયરમાં કેટલાક ખાસ ફેરબદલ કરીને તેને ડસ્ટરથી અલગ કરી છે. નિસાનેઆ એસયુવીને ડસ્ટરથી અલગ લુક આપવાનો પણ પ્રયાસ કર્યો છે. નિસાન ટેર્રોનોના રિયર વ્યૂ કેટલીક હદે રેનો ડસ્ટરને મળતા આવે છે, તેમજ આ એસયુવીની ટેલલાઇટ પણ.

જીપ રેંગલર
લોન્ચિંગ સમયઃ વર્ષના અંતે 2013
અંદાજીત કિંમતઃ 25 લાખ રૂપિયા
ઇટલીની પ્રમુખ વાહન નિર્માતા કંપની ફિએટે ભારતીય બજારમાં પોતાની લોકપ્રીય બ્રાન્ડ જીપને લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. તાજેતરમાં ચેન્નાઇમાં કંપનીએ પોતાની આ કારનું પરીક્ષણ પણ કર્યું છે. આ દરમિયાન જીપ રેંગલર અને ગ્રાન્ડ ચેરોકી જોવા મળી હતી.

ટાટા નેનો સીએનજી
લોન્ચિંગ સમયઃ સપ્ટેમ્બર
અંદાજીત કિંમતઃ 2.4 લાખ રૂપિયા
દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ પોતાની ખુશીઓની ચાવી એટલે કે નૈનોના સીએનજી વરિએન્ટ સાથે બજારમાં રજૂ કરવા જઇ રહી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીનથી સજેલી નવી નૈનો સીએનજી એક લીટર ઇંધણમાં કુલ 36 કિમી પ્રતિલીટર સુધી મુસાફરી કરવા સક્ષમ છે.

ડૈટસન ગો પ્લસ
લોન્ચિંગ સમયઃ મધ્ય 2014
અંદાજીત કિંમતઃ 5-6 લાખ રૂપિયા
ડૈટસન ગો પ્લસ એક 7 સીટર એમપીવી છે. આ કારની લંબાઇ 3,995 એમએમ, પહોળાઇ 1,635 એમએમ અને ઉંચાઇ 1485 એમએમ છે.

ડેટસન ગો હૈચબેક
લોન્ચિંગ સમયઃ ડિસેમ્બર 2013
અંદાજીત કિંમતઃ 3.4થી 4 લાખ રૂપિયા
નિસાને તાજેતરમાં જ પોતાની લો કોસ્ટ બ્રાન્ડ ડેટસનનું ગ્લોબલ લોન્ચ ભારતમાં કરવામાં આવ્યું અને પોતાની સૌથી સસ્તી હૈચબેક કાર ગોને રજૂ કરી હતી. કંપનીએ આ કારમાં માઇક્રા અનુસાર 1.2 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. કંપનીએ આ કારને 3.5 લાખ રૂપિયાથી લઇને 4 લાખ રૂપિયાની વચ્ચે રજૂ કરશે.

મિત્સુબિશી મિરાજ
લોન્ચિંગ સમયઃ મે 2014
અંદાજીત કિંમતઃ 4થી 5 લાખ રૂપિયા
જાપાનીઝ કાર નિર્માતા કંપની મિત્સુબિશી હવે દેશના રસ્તા પર નાની કારને દોડાવવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઇએ કે મિરાજ એક ઘણીજ શાનદાર હૈચબેક કાર છે, આ કારમાં કંપનીએ 1.2 લીટરના પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

હોન્ડા જૈજ
લોન્ચિંગ સમયઃ મધ્ય 2014
અંદાજીત કિંમતઃ 6.5થી 7 લાખ રૂપિયા
જાપાની કાર નિર્માતા કંપની હોન્ડાએ તાજેતરમાં જ ભારતીય બજારમાં પોતાની પ્રીમિયમ હૈચબેક કાર જૈજનું વેચાણ રોકી દીધુ હતું, પરંતુ હવે કંપની પોતાની આ કારના નવા વર્ઝનને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ પોતાની આ કારને વિશેષકરીને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને રજૂ કરવા જઇ રહી છે.

મારુતિ સૂઝુકી એક્સએ આલ્ફા
લોન્ચિંગ સમયઃ ફેબ્રુઆરી 2014
અંદાજીત કિંમતઃ 6-7 લાખ રૂપિયા
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સૂઝુકી ભારતીય બજારમાં પોતાની પહેલી એસયુવી એક્સએ આલ્ફાને રજૂ કરવા જઇ રહી છે. કંપનીએ પોતાની આ કારને દિલ્હી ઓટો એક્સપો દરમિયાન રજૂ કરી હતી. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કારની રાહ લોકો લાંબા સમયથી કરી રહ્યાં છે.

ફોર્ડ ફિએસ્ટ હૈચબેક
લોન્ચિંગ સમયઃ મધ્ય 2014
અંદાજીત કિંમતઃ 5થી 5.5 લાખ રૂપિયા
અમેરિકન વાહન નિર્માતા કંપની ફોર્ડ ભારતીય બજારમાં પોતાના વાહનોની વિશાળ રેન્જમાં વધુ એક હૈચબેક કારને જોડવા જઇ રહી છે. આ વખતે કંપની પોતાની લોકપ્રિય સિડાન કાર ફિએસ્ટાના પ્લેટફોર્મ પર હૈચબેક કારને લોન્ચ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, ઓવરસીજમાં આ કાર પહેલાથી જ છે. કંપની પોતાની આ કારને આગામી વર્ષ સુધી બજારમાં રજૂ કરવામાં આવશે.

શેવરોલે ટ્રેક્સ
લોન્ચિંગ સમયઃ મધ્ય 2014
અંદાજીત કિંમતઃ 7થી9 લાખ રૂપિયા
અમેરિકા વાહન નિર્માતા કંપની શવેરોલે ભારતીય બજારમાં, પોતાની શાનદાર એસયુવી ટ્રેક્સ રજૂ કરી શકે છે. જો કે, કંપનીએ આ અંગે અધિકૃત રીતે કોઇ ઘોષણા કરી નથી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે, કંપની આ કારને આગામી વર્ષે બજારમાં રજૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
