આવી ગઇ શોભા વધારવા વેસ્પાની આ સાત લાખેણી શાહી સવારી
ભારતીય બજારમાં તાજેતરમાં જ પોતાના એક નવા સફરની શરૂઆત કરનારી, ઇટલી પ્રમુખ ટૂ વ્હિલર વાહન નિર્માતા કંપની વેસ્વાએ દેશમાં પોતાના વધુ એક શાનદાર સ્કૂટરને રજૂ કરવાની યોજનાને મહોર લગાવી દીધી છે. તાજેતરમાં જ કંપનીએ ભારતીય રસ્તા પર પોતાનું પહેલું સ્કુટર વેસ્પા એલએક્સ 125 અને વીએક્સ 125ને રજૂ કર્યુ હતું, પરંતુ હવે કંપની ભારતીય રસ્તા પર એક એવું સ્કૂટર રજૂ કરવા જઇ રહ્યું છે, જેને જોઇને નક્કી તમે અવાક થઇ જશો.
વેસ્પાએ પોતાના આ સ્કૂટરને ઠીક એવી જ એન્જીન ક્ષમતા સાથે રજૂ કરશે જેને એલએક્સમાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ નવું સ્કૂટર વેસ્પા 946ની સૌથી ખાસ વાત છે તેની શાનદાર ડિઝાઇન અને ખાસ કરીને તેમાં હેન્ડ મેડ એલિમેન્ટ હશે. જીહાં, વેસ્પા 946માં જે મટેરિયલનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે હેન્ડ મેડ છે જે તેને વધુ ખાસ બનાવે છે. આ ઉપરાંત આ સ્કૂટરનો આકર્ષક લૂક એવો છે, જે ભારતીય બજારમાં આ પહેલા ક્યારેય ઉતારવામાં આવ્યું નથી.

એક કોન્સેપ્ટ તરીકે વર્ષ 2011માં રજૂ
તમને જણાવી દઇએ કે વેસ્પાએ પોતાનું આ શાનદાર સ્કૂટરને સૌથી પહેલા એક્મામાં એક કોન્સેપ્ટ તરીકે વર્ષ 2011માં રજૂ કરવામાં આવ્યું હતું.

સૌથી મોંઘુ સ્કૂટર
જેમ કે વેસ્પા એક પ્રીમિયમ ટૂ વ્હીલર બ્રાન્ડ છે અને આ સ્કૂટર કંપની તરફથી તૈયાર કરવામાં આવેલું સૌથી મોંઘુ સ્કૂટર છે.

હાલ, આ સ્કૂટરને યૂરોપિય બજારમાં રજૂ કરાયું
હાલ, આ સ્કૂટરને યૂરોપિય બજારમાં રજૂ કરવામાં આવ્યું છે, જો તેની કિંમત સીધી ભારતીય મૂદ્રામાં ફેરવવામાં આવે તો, તેની િકિંમત 9 હજાર યૂરો એટલે કે અંદાજે સાત લાખ રૂપિયાની આસપાસ હશે.

ભારતીય બજારમાં ઓછી કિંમતમાં રજૂ કરાશે
પરંતુ, કંપની આ સ્કૂટરને ભારતીય બજારમાં ઓછી કિંમતમાં રજૂ કરશે, જો કે હજુ વેસ્પા ઇન્ડિયાએ તેની કિંમત અંગે કોઇ જાણકારી આપી નથી, પરંતુ જાણકારોનું માનવું છે કે ભારતીય બજારને જોઇને કંપની આ સ્કૂટરની પ્રારંભિક કિંમત અંદાજે 2 લાખ રૂપિયા નક્કી કરી શકે છે.

અત્યારસુધીનું દેશનું સૌથી મોંઘુ સ્કૂટર
વેસ્પા 946 અત્યારસુધીનું દેશનું સૌથી મોંઘુ સ્કૂટર હશે. વેસ્પા 946ની બરાબરી તમે મર્સિડીઝ બેન્જ એસએલએસ એએમજી સાથે કરી શકો છો, કારણ કે, બન્ને જ પોતાના બ્રાન્ડની સૌથું મોંઘુ ઉત્પાદન છે.

સ્કૂટરમાં કંપનીએ બે એન્જીનનો પ્રયોગ
આ સ્કૂટરમાં કંપનીએ બે એન્જીનનો પ્રયોગ કર્યો છે, જેમાં એક 125 સીસીની ક્ષમતાનું છે અને બીજૂ 150 સીસીની ક્ષમતાનું છે.

હેન્ડ મેડ એલિમેન્ટ
946ની સૌથી ખાસ વાત એ છે તેની શાનદાર ડિઝાઇન અને તે ખાસ કરીને હેન્ડ મેડ એલિમેન્ટ હશે. જી હાં, વેસ્પા 946માં જે મટેરિયલનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે હેન્ડ મેડ છે, જે તેને વધુ ખાસ બનાવી દે છે.

સ્કૂટરની એન્જીન ક્ષમતા
125 સીસીનું એન્જીન આ સ્કૂટરને 11.6 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે. તો 150 સીસીનું એન્જીન સ્કૂટરને 13 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.

એન્જીનિયર્સ દ્વારા પોતાના હાથોથી તૈયાર કરવામાં આવ્યું
જ્યાં સુધી બીજા વાહન નિર્માતા મશીનીર દ્વારા, વાહનનું નિર્માણ કરે છે. આ સ્કૂટરને ખાસ એન્જીનિયર્સ દ્વારા પોતાના હાથોથી તૈયાર કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
