વોલ્વો અપાવશે કાર ચાર્જિંગની મથામણમાંથી છૂટકારો

હાલના સમયે ઓટો વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર એક નવું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે અને આ કાર્સની માંગણી સતત વધી રહી છે. ઇંધણના વધી રહેલા ભાવ અને તેની ખપતને ધ્યાનમાં રાખીને વાહન નિર્માતા કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ ક્રમમાં સ્વીડનની કાર નિર્માતા કંપની વોલ્વો જે વિશ્વભરમાં પોતાની શાનદાર ઓટોમોટિવ ટેક્નોલોજી માટે જાણીતી છે, તેણે એક શાનદાર ટેક્નિકને વિકસીત કરી છે.

વોલ્વોએ એક શાનદાર ફોલ્ડેબલ સોલાર કાર ચાર્જરને પ્રદર્શિત કર્યું છે. આ સોલાર કાર ચાર્જરને તમે તમારી કારની પાછળની ટેન્કમાં પણ રાખી શકો છો અને જરૂર પડ્યે તમે તેને સહેલાયથી બહાર કાઢી શકો છો અને તમારી કારને ચાર્જ કરી શકો છો. વોલ્વોએ પોતાના આ સોલાર કાર ચાર્જરનો પ્રયોગ સૌપ્રથમવાર પોતાની શાનદાર પ્લગ ઇન હાઇબ્રિડ કાર વી60 પર કર્યો હતો, તેમાં સફળતાં મળ્યા બાદ હવે તેને માર્કેટમાં મુક્યું છે. તો ચાલો તસવીરો થકી મળવીએ માહિતી વોલ્વોનું ફોલ્ડ કરી શકાય તેવું સોલાર કાર ચાર્જર અંગે.

સોલાર કાર ચાર્જર

સોલાર કાર ચાર્જર

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો વોલ્વો દ્વારા રજૂ કરવામાં આવેલા ફોલ્ડ કરી શકાય તેવા સોલાર કાર ચાર્જર અંગે.

સપ્ટેમ્બરમાં કરાશે રજૂ

સપ્ટેમ્બરમાં કરાશે રજૂ

કંપની પોતાનું આ સોલાર કાર ચાર્જર આગામી સપ્ટેમ્બર માસમાં ઇટલીમાં રજૂ કરશે. કંપનીએ આ ચાર્જરનું નિર્માણમાં ફાઇબર કાર્બનનો પ્રયોગ પણ કર્યો છે. આ ઉપરાંત તેમાં પ્રયુક્ત હાઇ ડેન્સિટી પોલિથિલીન મટેરિયર આકરા તડકાંમાં પણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને કારને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે, જેથી કારની બેટરી સહેલાયથી ચાર્જ થઇ શકે.

દેખાવે પાતળી જાળી જેવું

દેખાવે પાતળી જાળી જેવું

આ ચાર્જર દેખાવે પાતળી જાળી જેવું છે, જે સહેલાયથી ફોલ્ડ કરી શકાય છે અને જરૂર પડ્યે આ કારની અંદર ફોલ્ડ કરીને રાખી શકાય છે. તમને જણાવી દઇએ કે હાલના સમયે વોલ્વો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

વોલ્વો આધુનિક ટેક્નિક આપવા માટે જાણીતી

વોલ્વો આધુનિક ટેક્નિક આપવા માટે જાણીતી

વોલ્વો શરૂઆતથી જ એવી ટેક્નિક કે જે માનવીની જરૂરિયાતો અનુરૂપ તૈયાર કરવામાં આવી હોય તેને રજૂ કરવા માટે જાણીતી છે. વોલ્વોની આધુનિક ટેક્નોલોજીની યાદીમાં વોલ્વોની ડ્રાઇવરલેસ કાર પણ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X