વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ
લિમોઝીન નામ સાંભળતા જ આપણા મનમાં એક વૈભવી સફરના સ્વપ્ન રાચવા લાગે છે. દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે તે વિશ્વની સૌથી શાનદાર લિમોઝીન કારમાં મુસાફરી કરે. ખરેખર, લિમોઝીન કાર એક વૈભવી સફરની સાથે એક કિંગ જેવો અનુભવ આ કારમાં વિચરતા લોકોને કરાવે છે, જો કે, એક સત્ય એ પણ છેકે વિશ્વની આ શાનદાર સવારીઓને ખરીદવીએ બધાના બસની વાત નથી. તેમ છતાં દરેકના મને તેને ખરીદવાનું સ્વપ્ન હંમેશા ખીલે છે.
ત્યારે આ વખતે અમે અહીં એવી જ કેટલીક શાનદાર, વૈભવી અને વિશ્વની સૌથી વધું મોંઘી લિમોઝીન કાર અંગે જણાવી રહ્યાં છીએ કે જેી કિંમત સાંભળીને ચોક્કસપણે તમે ચોંકી જશો. ટોયોટાથી માંડીને મર્સિડીઝ સુધીને અનેક કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા આવી મોંઘી દાટ લિમોઝીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ અંગે.

ટોયોટા સેન્ચ્યુરી રોયલ
આ ટોયોટાની સેન્ચ્યુરી રોયલ કાર છે. આ કાર જાપાનના શહેનશાહ માટે બનાવવામાં આવી હતી અને 2006થી અત્યારસુધીમાં આ કારના માત્ર 4 યુનિટ જ બનાવવામાં આવ્યા છે. આ કારની કિંમત 534,135 ડોલર છે.

કેડિલાક વન
આ એક સરકારી લિમોઝીન છે, જેનું નિર્માણ જનરલ મોટર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ કારની કિંમત 300,000 ડોલર છે.

મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ લિમોઝીન
આ કાર જર્મનની કાર નિર્માતા કંપનીનું ફ્લેગશિપ મોડલ છે. આ કારની કિંમત 154,000 ડોલર છે.

ચાર્સ્લેર 300 લિમોઝીન
આ કાર ચાર્સ્લેરની વૈભવી ફેમેલી કાર છે અને આ કારનું મેન્યુફેક્ચર મુખ્ય રીતે કેનેડાના ઓન્તારિયોમાં કરવામાં આવે છે. આ કારની કિંમત 140,000 ડોલર છે.

હુન્ડાઇ એક્યુઅસ લિમોઝીન
હુન્ડાઇ એક્યુઅસ લિમોઝીન છે, જે હાલ માત્ર દક્ષિણ કોરિયામાં જ મળે છે. આ કારની કિંમત 113,000 ડોલર છે.

મિત્સુબિશી ડિગ્નિટી લિમોઝીન
આ કારની કિંમત 105,500 ડોલર છે. આ કારનું પ્રોડ્કશન 1999થી 2001માં મુખ્ય રીતે કરવામાં આવ્યું હતું અને 2012માં ફરીથી બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું.

સાંગયોંગ ચેરમેન ડબલ્યુ લિમોઝીન
ચેરમેન ડબલ્યુ એ દક્ષિણ કોરિયાની સાંગ યોંગ મોટરની ફ્લેગશિપ બ્રાન્ડ છે. આ કારની કિંમત 103,000 ડોલર છે.

લિનક્લોન એમકેએસ લિમોઝીન
લિનક્લોન એમકેએસ લિમોઝીનનું નિર્માણ ફોર્ડ મોટર કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ કારની કિંમત 49,800 ડોલર છે.

કેડિલાક એક્સટીએસ લિમોઝીન
કેડિલાક એક્સટીએસ લિમોઝીનને 2012માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 48,635 ડોલર છે.

ગ્રેટ વોલ હોવર પીઆઇ
ગ્રેટ વોલ મોટર્સ ચીનની કાર નિર્માણ કરતી કંપની છે. આ પહેલી ચાઇનિઝ કાર કંપની બની હતી જ્યારે તેણે તેની કારને પશ્ચિમ વિશ્વમાં પોતાની કાર્સને એક્સોપર્ટ કરી હતી. 2006માં આ કંપની તેની 30 હજાર કારને ઇટલી એક્સપોર્ટ કર્યા હતા. આ કંપની દ્વારા ગ્રેટ વોલ મોટર્સ હોવર પીઆઇ નામે લિમોઝીન પણ બહાર પાડવામાં આવી છે. જેની કિંમત 33,750 ડોલર છે.












Click it and Unblock the Notifications
