For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેદાગ ચહેરા માટે રાત્રે લગાવો હળદર, થઇ જશો ગોરા ગોરા

મોટાભાગના લોકોને ગોરો રંગ વધુ આકર્ષક લાગે છે. તેથી જ લોકો આકર્ષક અને ગોરા બનવાના ઉપાયો શોધતા રહે છે. જે તેમના રંગને ઝડપથી બદલી શકે છે.

|
Google Oneindia Gujarati News

મોટાભાગના લોકોને ગોરો રંગ વધુ આકર્ષક લાગે છે. તેથી જ લોકો આકર્ષક અને ગોરા બનવાના ઉપાયો શોધતા રહે છે. જે તેમના રંગને ઝડપથી બદલી શકે છે. એટલા માટે અમે તમને ગોરા થવાની 2 રીતો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાની ગંદકીને દૂર કરીને નવા કોષો લાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે, ચહેરા પર ચમક લાવવા માટે રાત્રે કયા 2 ઉપાય અપનાવી શકાય છે.

ગોરા બનવા માટે રાત્રે આ ઉપાયો કરો

ગોરા બનવા માટે રાત્રે આ ઉપાયો કરો

તમે નૈતિક ધોરણે ગોરા બનવાની પદ્ધતિઓને ખોટી પણ કહી શકો છો અને તમે વ્યક્તિગત પસંદગી પણ કહી શકો છો પરંતુ, સમાજમાં તેનીલોકપ્રિયતાને અવગણી શકાય નહીં. આવો જાણીએ ગોરા બનવાની રીતો વિશે.

ટર્મરિક ફેસ પેક

ટર્મરિક ફેસ પેક

ચહેરાના રંગને ગોરો બનાવવા માટે હળદર એક ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાય છે. તે તમારી ત્વચા પરના ખીલ અને ડેડ સ્કીન દૂર કરે છેઅને ત્વચાને ચમકદાર બનાવે છે.

હળદર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી તમે ગોરા બનવા માટે હળદરનો ફેસ પેક લગાવી શકોછો.

હળદરનો ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 1 ચમચી હળદર નાખો. આ પછી, લીંબુનો રસ અથવા દૂધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર સરખી રીતે લગાવો અને સુકાઈ ગયા પછી ધોઈ લો.

બેસન ફેસ પેક

બેસન ફેસ પેક

ચહેરાને ગોરો બનાવવા માટે હળદરની સાથે બેસનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, તે ચહેરા પરથી વધારાનું તેલ અને મૃતત્વચાના કોષો (ડેડ સ્કીન સેલ્સ) ને દૂર કરવામાં મદદ કરે છે. ગોરા બનવા માટે તમે ચણાના લોટનો ફેસ પેક લગાવી શકો છો.

ચણાનાલોટનો ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 1/4 ચમચી ચણાનો લોટ નાખો. આ પછી, દૂધ અથવા લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ બનાવોઅને તેને ચહેરા પર લગાવો. પેસ્ટ સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો.

આ બંને ઉપાયો અપનાવતા પહેલા તમારે રાત્રે ચહેરાને સારી રીતે સાફ કરવો પડશે. તે પછી ફેર બનવાની પદ્ધતિઓનો ઉપયોગ કરો અનેચહેરો ધોયા પછી સૂઈ જાઓ.

English summary
Apply turmeric at night for a flawless face, you will become white
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X