Beauty Tips : સિગારેટ પીવાથી કાળા થઇ ગયા છે હોઠ, આ રીતે કરો ગુલાબી
Lips Care Tips : સિગારેટ પીવાથી હોઠ પણ કાળા પડી જાય છે. જો તમારા હોઠ પણ સિગારેટ પીવાથી કાળા પડી ગયા છે, તો તમે તમારા કાળા હોઠ ચોક્કસથી ફરીથી ગુલાબી અને સુંદર કરી શકો છો. આ માટે તમારે કેટલીક લીપ્સ કેર ટીપ્સ અપનાવવી પડશે.
Lips Care Tips : દુનિયામાં લાખો લોકો સિગારેટ પીવે છે. જેના નુકસાનની જાણ હોવા છતા, લોકો સિગારેટ છોડતા નથી. જે કારણે તેમને ઘણી બિમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે.
સિગારેટ પીવાથી ફેફસા પર બહુ ખરાબ અસર પડે છે. જે સાથે સાથે તેનાથી હોઠ પણ કાળા પડી જાય છે. ફેફસાનો તો કોઇ ઉપાય નથી, પણ હા તમે તમારા કાળા હોઠ ચોક્કસથી ફરીથી ગુલાબી અને સુંદર કરી શકો છો.

હોઠ શરીરના ખૂબ જ નાજુક ભાગોમાંથી એક છે, જેના કારણે તેની સંભાળ માટે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ચહેરાની સુંદરતામાં હોઠની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.
આવી સ્થિતિમાં જો સિગારેટ પીવાથી તમારા હોઠનો રંગ કાળો થઈ ગયો છે, તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે હોઠની કાળાશ દૂર કરી શકો છો. આ ઉપાયોને રોજ ફોલો કરવાથી તમારા હોઠ પહેલાની જેમ નરમ અને ગુલાબી થઈ જશે.

ગુલાબજળનો ઉપયોગ કરો
જો તમે તમારા હોઠની ડેડ સ્કીનને દૂર કરવા માંગો છો, તો તમારા માટે ગુલાબજળ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુલાબજળનો ઉપયોગ કરવા માટે એકકોટન બોલમાં ગુલાબજળ અને ગ્લિસરીન લો અને તેને હોઠ પર સારી રીતે ઘસો. જો તમે દરરોજ સૂતા પહેલા આ કરો છો, તો થોડાદિવસોમાં તમારા હોઠ ગુલાબી અને કોમળ થઈ જશે.

કોફી સાથે સ્ક્રબ કરો
ડેડ સ્કીન દૂર કરવા માટે કોફીની મદદથી હોઠને હળવા હાથે સ્ક્રબ કરો. આ એક સારું હોમ સ્ક્રબર છે. ક્રીમમાં કોફી પાવડર મિક્સ કરીને પેસ્ટબનાવો. હવે તેને હળવા હાથે હોઠ પર ઘસો. તેને સાફ કર્યા બાદ હોઠ પર લીપ બામ લગાવો.

ગ્રીન ટીથી કરો હોઠની મસાજ
હોઠની કાળાશ દૂર કરવા માટે ગ્રીન ટી એક શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે સૌથી પહેલા એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટીની બેગ ઉકાળો. હવે તેમાંએક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણથી હોઠને હળવા હાથે મસાજ કરો અને થોડીવાર પછી તેને સાફ ટુવાલથી સાફ કરી લો. પછી ઠંડાપાણીથી ચહેરો ધોઈ લો.

એલોવેરા જેલથી મળશે રાહત
કોઈપણ રીતે, એલોવેરા જેલના ઘણા ફાયદા છે, જેની મદદથી ચહેરો ચમકવા લાગે છે. આ માટે સૌથી પહેલા એલોવેરા પલ્પ લો અને તેનેતમારા હોઠ પર લગાવો. જો તમે દિવસમાં બે થી ત્રણ વાર આમ કરશો, તો તેનાથી જલ્દી ફાયદો થશે.












Click it and Unblock the Notifications
