ડબલ ચિનથી મળશે છુટકારો, આ કસરતથી 15 દિવસમાં દેખાશે રિઝલ્ટ
જંક ફુડ, તીખુ તળેલું અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણા લોકોમાં ડબલ ચિનની ફરિયાદ રહે છે. ડબલ ચિન થવાને કારણે ચહેરાની સુંદરતા ઓછી થવા લાગે છે. ગળા અને દાઢી વચ્ચેના વધારાની ચરબી જમા થઇ જવાને કારણે ડબલ ચિનની સમસ્યા સર્જાય છે.
ડબલ ચિનને કારણે ચહેરાની જડબાની રેખા (જો લાઇન) પણ દેખાતી નથી. ઘણા લોકોમાં આ ફરિયાદ આનુવંશિક પણ હોય છે. અહીં અમે તમને ડબલ ચિનની સમસ્યાને દૂર કરવા માટે કેટલીક અસરકારક કસરતો જણાવી રહ્યા છીએ, જેને કરવાથી તમને 15 દિવસમાં તેની અસર જોવા મળશે.

પાઉટ - તમે પાઉટ કરતી વખતે ઘણી વખત ફોટોઝ ક્લિક કર્યા હશે, પરંતુ જો તમે ડબલ ચિનની સમસ્યાથી પરેશાન છો, તો પાઉટ દ્વારા આ સમસ્યાને ઓછી કરી શકાય છે. આ માટે ચહેરાને સીધો રાખીને હોઠને સ્ટ્રેચ કરીને બહાર કાઢો. 7 થી 8 સેકન્ડ માટે પાઉટ સ્થિતિમાં રહો. દિવસમાં ઓછામાં ઓછા 5 થી 10 વખત આવું કરો.
જડબાની કસરત - ડબલ ચિન દૂર કરવા માટે, તમારે જડબાની કસરત કરવી જોઈએ. આ કરવા માટે માથાને જમણી તરફ ફેરવો અને તમારા નીચલા જડબાને આગળ ખસેડતી વખતે, 5-10 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો, બાદ ડાબી બાજુએ તે જ પુનરાવર્તન કરો. દિવસમાં ઓછામાં ઓછા 5 વખત આવું કરો.
જીભને ખેંચો - આ કરવા માટે, તમારા ચહેરાને સીધો રાખીને, જીભને બહાર કાઢો અને તેને નાક તરફ વધારવાનો પ્રયાસ કરો. આમ કરવાથી માંસપેશીઓ સ્ટ્રેચ થશે, જેનાથી ચરબી ઓછી થશે. 15 દિવસમાં પરિણામ મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 7 થી 10 વખત આ કસરતનું પુનરાવર્તન કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
