Hair Color: કેમિકલ ડાય, ઈન્ડિગો કે મહેંદી વિના આ 3 નેચરલ વસ્તુઓથી બદલો વાળનો રંગ
વાળનો રંગ બદલવા માટે હવે કેમિકલ ડાય કે મહેંદી લગાવવાની જરુર નથી. આ 3 કુદરતી વસ્તુઓથી તમે વાળનો કલર બદલી શકો છો.
Hair Color without Mehndi: ઉંમર વધવા સાથે વાળ સફેદ થવા સામાન્ય છે પરંતુ આજની ફાસ્ટ લાઈફમાં ફાસ્ટફૂડ, અયોગ્ય લાઈફ સ્ટાઈલ, પોષક તત્વોની ઉણપ, પ્રદૂષણ વગેરે કારણોસર નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થઈ રહ્યા છે. જેને છૂપાવવા માટે લોકો કેમિકલ ડાય કરીને વાળ કાળા કરવા લાગે છે. જ્યારે અમુક લોકો મહેંદીનો ઉપયોગ કરે છે. પરંતુ મહેંદીથી વાળ થોડા લાલ થઈ જાય છે. જો તમે આ બંને વસ્તુઓનો વિકલ્પ શોધી રહ્યા હોય તો આ લેખ તમારા માટે જ છે. આજે અમે તમને જણાવીશુ 3 એવી કુદરતી વસ્તુઓ વિશે જેનાથી તમે તમારા વાળનો રંગ બદલી શકશો.

ચાની ભૂકીનો ઉપયોગ કરો
વાળને કુદરતી રીતે લાલ કરવા માટે તમે ચાની પત્તીનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ગ્લાસ પાણી લો. તેમાં થોડી ચાની પત્તી નાખો અને તેને ગરમ કરો. આ પછી તેમાં 1 ચમચી આમળા પાવડર નાખીને બરાબર ઉકળવા દો. પાણી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા મુકો. આ પછી આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં 4થી 5 લવિંગ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારા વાળ કાળા થઈ જશે. આ મિશ્રણને વાળમાં લગાવ્યા બાદ થોડી વાર રહેવા દો. બાદમાં તમારા વાળને હૂંફાળા અથવા સામાન્ય પાણીથી ધોઈ લો.

કાથો અને આંબળા પાવડર
મહેંદી વગર વાળને લાલ કરવા માટે સૌપ્રથમ લોખંડનું 1 વાસણ લો. આ પછી 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી કાથાનો પાવડર, 4 ચમચી આમળા પાવડર અને 4-5 લવિંગ નાખીને સારી રીતે ગરમ કરો. જ્યારે પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારે તેને ઢાંકી દો. થોડા સમય પછી જ્યારે ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે તેને ઠંડુ થવા માટે રાખો. હવે આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. તેનાથી તમારા વાળ કુદરતી રીતે લાલ થઈ જશે. આ સાથે વાળની ચમક પણ વધશે.

બીટનુ હેર માસ્ક
મહેંદી વિના વાળને લાલ કરવા માટે, તમે બીટરૂટ હેર માસ્ક અજમાવી શકો છો. આ માટે 1 લોખંડની તપેલી લો. તેમાં 1 ચમચી ચાની ભૂક્કી, 1 ચમચી આમળા પાવડર, 1 ચમચી બીટરૂટનો રસ અથવા બીટને કાપીને ઉમેરો. આ પછી તેમાં 1 વાટકી પાણી ઉમેરીને સારી રીતે ઉકાળો. પાણી બરાબર ઉકળે એટલે તેમાં લીંબુનો રસ મિક્સ કરો. આ પછી આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને તેને સૂકવવા માટે છોડી દો. બાદમાં જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે સામાન્ય પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં થોડા દિવસ તેનો ઉપયોગ કરવાથી તમને વધુ સારુ પરિણામ મળી શકે છે.
તમે મહેંદી વગર તમારા વાળને લાલ રંગવા માટે આ રીતો અજમાવી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે તે તમારા વાળને ગ્રે વાળની સમસ્યાથી કાયમી રીતે મુક્ત કરી શકાતા નથી. આના કારણે વાળના રંગમાં તફાવત થોડા સમય માટે જ દેખાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
