કેળાથી બનાવો આટલા ફેસ પેક, ચમકી જશે ચહેરો
કેળામાં જોવા મળતું પોટેશિયમ શુષ્ક ત્વચાને ભેજ આપે છે, જ્યારે ઝીંક અને લેકટીન્સ ખીલને દૂર રાખે છે. કેળામાં જોવા મળતા એમિનો એસિડ એન્ટી એજિંગ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. આનાથી ત્વચાને લવચીકતા મળે છે.
કેળામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિટામિન E, B1, B અને C પણ જોવા મળે છે. કેળાના ઉપયોગથી ત્વચા ચમકદાર અને યુવા દેખાય છે. ચહેરા પર કેળાનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. તમે કેળાનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે કરી શકો છો.
કેળામાં જોવા મળતું પોટેશિયમ શુષ્ક ત્વચાને ભેજ આપે છે, જ્યારે ઝીંક અને લેકટીન્સ ખીલને દૂર રાખે છે. કેળામાં જોવા મળતા એમિનો એસિડ એન્ટી એજિંગ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. આનાથી ત્વચાને લવચીકતા મળે છે. આવો જાણીએ કેળાનો ફેસ પેક કેવી રીતે બનાવવો.

ફેસ પેક બનાવાની પ્રથમ રીત
કેળાનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ કેળાને મેશ કરો. પછી કેળાની પેસ્ટમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ ઉમેરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો. 15મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવી શકો છો.

ફેસ પેક બનાવાની બીજી રીત
એક પાકેલા કેળાને મેશ કરો અને તેમાં 3 ચમચી ચોખાનો લોટ અને એક ચમચી મધ ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પરલગાવ્યા બાદ 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ફેસ પેક બનાવાની ત્રીજી રીત
એક બાઉલમાં એક પાકું કેળું, બે ચમચી મધ અને એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. ચહેરાને પાણીથી ધોઈ લો અને પેસ્ટ લગાવો. આ પછી 15મિનિટ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ફેસ પેક બનાવાની ચોથી રીત
કેળા, અડધી ચમચી ચંદન પાવડર અને એટલું જ દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ પાણીથી ધોઈ લો. આફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત પણ કરી શકાય છે.

ફેસ પેક બનાવાની પાંચમી રીત
એક કેળું લો અને તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી ચહેરો ધોઈલો. આ ફેસ પેક અઠવાડિયામાં એક કે બે વાર વાપરી શકાય છે.












Click it and Unblock the Notifications
