Skin Care Tips : કાળી કોણીથી છો પરેશાન, આ હોમ મેઇડ સ્ક્રબથી મળશે છુટકારો
Skin Care Tips : આજે આપણે ડાર્ક આર્મ્સ સ્ક્રબ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. ડાર્ક આર્મ્સ સ્ક્રબ એલોવેરા જેલની મદદથી તૈયાર કરવામાં આવે છે, તેમાં રહેલા પ્રોટીન તમારી ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે.
Skin Care Tips : દુનિયામાં દરેક લોકો સુંદર દેખાવા ઇચ્છે છે. જે માટે તેઓ અવનવા ઉપાયો કરતા રહે છે, પણ લોકો પોતાના શરીરના ઘણા ભાગોની સંભાળ રાખતા નથી. જેમાં આપણી કોણીનો પણ સમાવેશ થાય છે. જે કારણે આપણી કોણીઓ કાળી પડી જાય છે. જે આપણી પર્સનાલિટી પર અસર કરે છે. આવામાં આપણે ડાર્ક આર્મ્સ સ્ક્રબ બનાવાની રીત જાણીશું, જેનાથી કાળી કોણીમાંથી છુટકારો મળશે.

ડાર્ક આર્મ્સ સ્ક્રબ એલોવેરા જેલની મદદથી તૈયાર કરવામાં આવે છે જે પ્રોટીન, વિટામિન-એ, સી, ઇ, કોપર અને ઝિંક જેવા ગુણોથી ભરપૂર હોય છે. તેમાં રહેલું પ્રોટીન તમારી ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે. આ સાથે, તે ટેનિંગને દૂર કરવામાં પણ મદદ કરે છે, જે તમારા હાથના રંગને સુધારે છે, તો ચાલો જાણીએ કે ડાર્ક આર્મ્સ સ્ક્રબ કેવી રીતે બનાવવું...

ડાર્ક આર્મ્સ સ્ક્રબ બનાવવા માટેની જરૂરી સામગ્રી
એલોવેરા જેલ 1 ચમચી
લીંબુનો રસ - 5 ટીપાં
ખાંડ - 1 ચમચી

ડાર્ક આર્મ્સ સ્ક્રબ કેવી રીતે બનાવવું?
- ડાર્ક આર્મ્સ પેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો.
- જે બાદ તમે તેમાં એલોવેરા જેલ, લીંબુનો રસ અને ખાંડ ઉમેરો.
- આ પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
- હવે તમારું ડાર્ક આર્મ્સ સ્ક્રબ તૈયાર છે.

ડાર્ક આર્મ્સ સ્ક્રબનો ઉપયોગ કેવી રીતે કરવો?
- ડાર્ક આર્મ્સ સ્ક્રબ લો અને તેને તમારા હાથ પર સારી રીતે લગાવો.
- જે બાદ તમે તેને હળવા હાથથી 2 થી 5 મિનિટ સુધી સારી રીતે સ્ક્રબ કરો.
- આ પછી તમારા હાથને પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો.
- જો તમે નિયમિતપણે આ સ્ક્રબનો તમારા હાથ પર ઉપયોગ કરો છો, તો તમને થોડા દિવસોમાં સારા પરિણામ જોવા મળશે.












Click it and Unblock the Notifications
