Skin Care Tips: ડાઘ અને ખીલ થઈ જશે દૂર, જાણી લો આ ઘરેલુ ઉપાય
Skin Care Tips: જો તમે તમારા ચહેરા પર ડાઘ અને ખીલની સમસ્યા છે, અને તમે તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો આ અહેવાલ તમારે ખાસ વાંચવો જોઇએ. એવા ફેસ પેક વિશે જાણીશું કે, જેનાથી તમારા ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થઇ જશે.

બેસ્ટ ફેસ પેક
પહેલી રીત એ છે કે, ગુલાબજળમાં એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તમારે તેને 1 કલાક સુધી રાખવું પડશે, પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.
આ સિવાય તમે ચહેરા પર એલોવેરા જેલ લગાવી શકો છો અને એક કલાક માટે છોડી દો. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ પણ ઓછા થઈ જશે.
તમારે 2 ચમચી ઘઉંના લોટમાં એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવવાનું છે. તેનાથી તમારા ચહેરા પર જમા થયેલી ગંદકી સરળતાથી બહાર આવશે. આ પેકને દૂર કરવા માટે તમારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો પડશે.
મગની દાળનો ફેસ પેક બનાવવા માટે 01 ચમચી મગની દાળને ઓછામાં ઓછા 3 થી 4 કલાક સુધી સ્વચ્છ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ પાણી નિતારી લો અને મિક્સરની મદદથી દાળને સારી રીતે પીસી લો. તેમાં થોડી માત્રામાં મધ અને ગુલાબ જળ ઉમેરો.
જે બાદ તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો, પછી તેને સ્વચ્છ કપડાથી સાફ કરો. પછી તમે આ પેકને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી ચહેરા પર રાખો. આ પછી પેકને ચહેરા પરથી પાણીથી સારી રીતે સાફ કરો, પછી હળવા મોઇશ્ચરાઇઝર લગાવો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
