સાચું ખોટું નથી ખબર, પણ ઇન્ટરનેટ પર આ 10 સ્ટોરીએ ધૂમ મચાવી છે.

એક સમય હતો જ્યારે આપણે પુસ્તકોમાં લખાયેલી વાર્તાઓને સાચી માની લેતા હતા. આપણને તેવું લાગતું હતું કે ખરેખરમાં દુનિયામાં આવી કોઇ જગ્યા હશે જ. પણ આપણે તેની સત્યતાના પારખા નહતા કરી શકતા. બસ આવું જ કંઇક હવે ઇન્ટરનેટ સાથે થઇ ગયું છે. ઇન્ટરનેટ પર લોકો કેટલીક વાર તેવી માહિતી અને ફોટો મૂકી દે છે કે આપણને પણ એક વાર જે તે વાત પર વિશ્વાસ થઇ જાય છે કે હવે ફોટો મૂક્યો હશે તો બની શકે તેવું હોય પણ!

વળી જ્યારે આપણે સોશ્યલ મીડિયા પર વધારે સમય વીતાવીએ છીએ ત્યારે ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટ દ્વારા આપણને ક્યારેક ને ક્યારેક કંઇક અજીબ તો કંઇક નવું તો જોવા મળી જ જાય છે. ત્યારે આજે અમે તમને તેવી જ કેટલીક અજીબો ગરીબ સ્ટોરી વિષે જણાવાના છીએ જેણે તે જ્યારે રિલિઝ થઇ ત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. પણ તે કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે અંગે કોઇ પ્રમાણ નથી. તો વાંચો આવી જ કેટલીક સ્ટોરી જેમાં જળપરી, કૂતરાના મોંવાળો માણસ અને અન્ય પણ ધણી રસપ્રદ અને રોચક વાતોને બતાવવામાં આવી છે...

લાઇક+ શેયર = મદદ

લાઇક+ શેયર = મદદ

તમે ફેસબુક પર કે ટ્વિટર પર અનેક તેવી તસવીરો જોઇ હશે જેમાં લખ્યું હોય છે કે તમે આ વાતને શેયર કે લાઇક કરશો તો જે તે વ્યક્તિને એક ડોલરની મદદ મળશે. પણ શું તમને ખબર છે આ એક લાઇક્સ વધારવાની ટ્રીક જ છે. જેની પર આપણે વિશ્વાસ કરી લેતા હોઇએ છીએ.

જલપરી

જલપરી

ઇન્ટરનેટ પર જલપરીની અનેક અજીબો ગરીબ સ્ટોરીઓ તમને ફોટો સાથે મળી જશે. જેમ કે આ ફોટોમાં, જેમાં કહ્યું હતું કે મલેશિયન સી કોસ્ટ પરથી આ મરમેડ મળી છે. હવે આ કેટલું સાચું તે કહીં ના શકાય.

કૂતરા જેવા મોઢા માટે પ્લાસ્ટિક સર્જરી

કૂતરા જેવા મોઢા માટે પ્લાસ્ટિક સર્જરી

એક બ્રાઝીલિયન માણસે પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો આવો કૂતરા જેવો બનાવ્યો છે. વળી તેવું પણ કહેવાય છે કે ડોક્ટરની મદદ તેણે ખાલી આર્ટ માટે આવું કર્યું છે. હવે આમાં કેટલું સાચું કોને ખબર!

વિશાળકાળ સ્ક્રિડની ડેડ બોડી

વિશાળકાળ સ્ક્રિડની ડેડ બોડી

160 ફીટ લાંબા સ્કીટની ડેડ બોડી એક વાર તણાઇ આવી હતી તેવી વાત ઇન્ટરનેટ પર ચાલી હતી. પણ જો ખરેખરમાં આવું થયું હતું તો કોઇ મીડિયા તેને કવર કેમ નહતું કર્યું અને આ ફોટો સિવાય તેનો વીડિયો કે અન્ય કોઇ પુરાવા કેમ નથી?

ક્રાઇમ કરવાની રીતો

ક્રાઇમ કરવાની રીતો

આ સ્ટોરીની કહાની તેવી છે કે અપરાધી લોકો કારની વીન્ડસિલ્ડ પર ઇંડા ફેંકે છે જેને પાણીથી સાફ કરતા સફેદ ઝાગ બને છે અને કાર ડ્રાઇવરને મજબૂરીથી ગાડીની બહાર આવવું પડે છે. જેનાથી અપરાધી લોકો ગાડીની ચોરી કરી શકે.

ડેટ રેપ ડ્રગ

ડેટ રેપ ડ્રગ

ડેટ રેપ ડ્રગ વિષે કહેવાય છે કે તે છોકરીઓનું ભાન ભૂલાવી દે છે અને તેનો ઉપયોગ રેપ કરવા માટે થાય છે. જો કે તે વાત ખરી છે કે પ્રોગેસ્ટેરેક્સ નામના આ ડ્રગ્સની છોકરીઓ થોડા સમય સુધી પોતાની સાથે શુ થયું તે વાત ભૂલી જાય છે અને તેવું અનેક વાર થાય પણ છે.

ઓરિયો એડિક્ટ

ઓરિયો એડિક્ટ

હાલ કેટલાક સમય પહેલા ઇન્ટરનેટ પર તેવા મેસેજ વાયરલ થયા હતા કે ઓરિયો કૂકિઝ તમને કોકીનની જેમ તેમને એડિક્ટર કરે છે. અને આ માટે ઉંદર પર સ્ટડી પણ કરવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું હતું કે ઓરિયોમાં ન્યૂરોસ વધુ માત્રામાં હોય છે. પણ જો કે તે અંગે કોઇ વધુ ઠોસ પ્રમાણ પાછળથી બહાર નહતા આવ્યા.

નીડલથી એચઆઇવી

નીડલથી એચઆઇવી

એચઆઇવીને લઇને પણ અનેક સ્ટોરી ઇન્ટરનેટ પર સાંભળવા મળે છે. જેમાં કહેવાય છે કે થિયેટરોમાં, ફોન બૂથમાં સિરિન્ઝથી એચઆઇવી વાળુ લોહી સામાન્ય લોકોને ભોંકી તેનું ઇન્ફેક્શન ફેલાવવામાં આવે છે. પણ જોકે આવું અધિકૃત રીતે ક્યારેક બહાર નથી આવ્યું. ના જ આવી કોઇ પોલિસ ફરિયાદ થઇ છે.

મહેંદીમાં કેમિકલ

મહેંદીમાં કેમિકલ

મહેંદી વિષે પણ કહેવાય છે કે રેડ કોનથી લાગેલી મહેદીથી ચામડીનું ઇન્ફેક્શન થાય છે. મહેંદીમાં કેમિકલ ભેળવેલા હોય છે. અને એટલે સુધી કે મહેંદીના કારણે એક મહિલાની મોત પણ થઇ હતી. જો કે આ અંગે કોઇ ઠોસ પ્રમાણ મળ્યા નથી.

ટૈમપૂંસમાં હોય છે કેમિકલ

ટૈમપૂંસમાં હોય છે કેમિકલ

મહિલાઓ દ્વારા વાપરવામાં આવતા નેપકિન અને ટેમપૂંસમાં કેમિકલ હોય છે જેના કારણે 56 મહિલાઓની મોત થઇ ગઇ છે તેવી ખબરો પણ એક સમયે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. જો કે ધણીવાર આવા પ્રોડક્ટ સ્કિન પ્રોબ્લેમ કરતા હોય છે માટે પણ મોત થોડુંક વધારે પડતું લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X