For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ શું થયું, જ્યારે મુત્રવિસર્જન કરતા, 450 લોકોની ધરપકડ થઇ

|
Google Oneindia Gujarati News

લખનઉ રેલ્વે સ્ટેશન પર ગંદકી ફેલાવી રહેલા 450 લોકોને પોલિસે ઝેલના સળિયાની પાછળ નાંખી દીધા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ચારબાગ રેલ્વે સ્ટેશન પર મુત્રવિસર્જન કરતા અને પાનની પીચકારી ફેંકતા આ લોકોને જ્યારે પોલિસે પકડ્યા ત્યારે કેટલાક હાસ્યાસ્પદ સંજોગો સર્જાયા.

જો કે પોલિસનું આ કાર્ય, જ્યાં એક બાજુ ખૂબ જ સરાહનીય હતું ત્યાં જ જે લોકો, આ હાલતમાં પકડાયા તેમની હાલત પતળી જરૂરથી થઇ ગઇ હતી. એટલું જ નહીં પોલિસે આ તમામ લોકોને લાઇન બનાવી છેડેચોક ચલાવ્યાને પોલિસ સ્ટેશનમાં લઇ જઇ બેસાડી રાખ્યા.

સાથે જ પોલિસે તેમના જુર્માના માટે આ લોકો પાસેથી દંડ પણ લીધો અને બીજી વાર આવું ન કરવા માટે ચેતવણી પણ આપી. ત્યારે આ ધટનાનો રમૂજી પહેલું જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

લખનઉનો ચારબાગ વિસ્તાર

લખનઉનો ચારબાગ વિસ્તાર

લખનઉના જાણીતા ચારબાગ વિસ્તારમાં સ્ટેશન પાસે આ ભાઇ મુત્ર વિસર્જન કરવા પહોંચ્યા.

પોલિસ

પોલિસ

જો કે તેમણે આ કામકાજ શરૂ જ કર્યું હતું ત્યાં પોલિસ આવીને ઊભી રહી ગઇ.

પોલિસે જોઇ રાહ

પોલિસે જોઇ રાહ

હવે આ નાજુક સ્થિતિની ગંભીરતા સમજતા પોલિસે રાહ જોવી, ઉચિત સમજી.

રાહ

રાહ

પણ આ શું આ ભાઇ તો કામ પતાવાની વાત જ નથી કરતા.

ભીડ

ભીડ

એટલામાં જ અન્ય અધિકારીઓ પણ ધટનાસ્થળે પહોંચ્યા.

હવે તો હદ થઇ ગઇ

હવે તો હદ થઇ ગઇ

પણ તેમ છતાં આ ભાઇનું મુત્રવિસર્જન બંધ ના થયું. ત્યારે તમામ લોકોના મનમાં એક વાત હતી કે "અલ્યા હવે કેટલું કરશે.."

હાશ પત્યું!

હાશ પત્યું!

ફાઇનલી આ ભાઇએ તેમનું કામકાજ પુરું કર્યું. અને પોલિસે તેમને ત્યાં જ પકડી પાડ્યા.

હવે ચલો સ્ટેશન

હવે ચલો સ્ટેશન

અને પછી સાત સાત પોલિસ વાળા એક મુત્રવિસર્જન કરનાર અપરાધીને ધરદબોચીને પોલિસ સ્ટેશન લઇ ગયા!

પણ મારા વાંક શું

પણ મારા વાંક શું

ક્યાં સુધી બિચારા આ ભાઇને તે ના સમજાયું કે તેમણે ખરેખરમાં ભૂલ કરી છે. અને ખુલ્લામાં શૌચ કરવાથી ગંદીકી ફેલાય છે.

450

450

જો કે પોલિસ સ્ટેશન જઇને તેમને ખબર પડી કે તે એકલા નથી. તેમના અન્ય 450 સાથીદારો પણ છે. જે આ જ આરોપ હેઠળ પોલિસ સ્ટેશને લાવવામાં આવ્યા છે.

લાઇન લગાવી

લાઇન લગાવી

જુઓ તો કેવી લાઇન લગાવીને આ લોકો જઇ રહ્યા છે. આ લોકોને પણ તેમના સ્કૂલના દિવસો યાદ આવી ગયા હશે!

હવે જરા આ મહાશયનો વારો

હવે જરા આ મહાશયનો વારો

હવે જરા આ ભાઇની સ્ટોરી વાંચો આવનારા સ્લાઇડરમાં...

શરૂઆત

શરૂઆત

હજી તો આ ભાઇએ તેમનું કામકાજ શરૂ જ કર્યું હતું અને બાજુના પોસ્ટરમાં શું લખ્યું છે તે વાંચવાનો પ્રયાસ શરૂ જ કર્યો હતો ત્યાં જ પોલિસ આવી ગઇ.

શું કરે છે

શું કરે છે

પોલિસે પુછી લીધું કે એય શું કરે છે? હવે તેમને થોડીને કહેવાય કે જે દેખાય છે તે જ કરું છું!

સાહેબનો ગુસ્સો

સાહેબનો ગુસ્સો

જરા સાહેબનો ગુસ્સો તો જુઓ. પણ જો કે આ પોલિસ અધિકારીની વાત એક દમ સાચી છે. લાતોના ભૂત વાતોથી નથી સુધરતા.

આવી રીતે થઇ પેશી

આવી રીતે થઇ પેશી

પોલિસે આ બધાને એક રૂમમાં ભેગા કર્યા.

નામ, ઠામ

નામ, ઠામ

બધાને એક પછી એક બોલાવીને નામ ઠામ પૂછ્યા અને દંડ પણ વસૂલ્યો. અને આવું બીજી વાર ના કરવાની સૂચના પણ આપી.

ગંદકી ફેલાવનાર

ગંદકી ફેલાવનાર

જરા આ 450 લોકોને તો જુઓ જેમને ગંદકી ફેલાવાનું આ કામ કર્યું છે.

સરાહનીય કામ

સરાહનીય કામ

જો કે લખનઉ પોલિસનું આ કામ ખરેખરમાં સરાહનીય છે. વધુમાં પોલિસ રોજ રોજ આવું અભિયાન ચલાવે તો જરૂરથી ગંદકી પર કાબુ મેળવી શકાશે.

English summary
450 passengers arrested for spreading waste at railway station, 7 people have been sent to jail in Uttar Pradesh Lucknow Charbag Railway Station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X