17 વર્ષના છોકરાનું દિલ 71 વર્ષના દાદીમાં પર આવ્યુ, લવ સ્ટોરી સાંભળીને તમારી માથુ ફરી જશે
કહેવાય છે કે પ્રેમ આંધળો છે. ગમે ત્યારે અને ગતે તે વ્યક્તિને ગમે તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકે છે. જો કે આજે આપણે જે લવ સ્ટોરીની વાત કરી રહ્યા છીએ તે એકદમ વિચિત્ર અને ફિલ્મી છે.
હાલ દુનિયાભરમાં એક લવ સ્ટોરીની ખુબ ચર્ચા થઈ રહી છે. આ લવ સ્ટોરી એક 17 વર્ષના છોકરા અને 71 વર્ષના દાદીમાંની છે. આ કપલની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.

અહેવાલો અનુસાર, અલ્મેડા અને ગેરી હાર્ડવિકની લવસ્ટોરી ચર્ચામાં છે. બંનેની ઉંમરમાં એટલો તફાવત છે જેટલો દાદી અને પૌત્રની ઉંમરમાં હોય. આ જ કારણે છે કે બન્ને ટ્રોલ થઈ રહ્યા છે.
હાલમાં જ અલ્મેડાએ પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો છે. 26 વર્ષના ગેરીએ તેને અભિનંદન પાઠવ્યા છે. બંનેના લગ્ન ત્યારે થયા જ્યારે ગેરી માત્ર 17 વર્ષનો હતો અને અલ્મેડા 71 વર્ષની હતી.
ગેરીએ તેના પુત્રના અંતિમ સંસ્કારમાં અલ્મેડાને પ્રથમ વખત જોઈ અને બંને પ્રેમમાં પડ્યા. વર્ષ 2015 માં અંતિમ સંસ્કારના થોડા અઠવાડિયા પછી બંનેએ લગ્ન કરી લીધા હતા, જેના માટે તેઓએ ફક્ત 16 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
આ પછી કપલ સોશિયલ મીડિયા સાઇટ્સ TikTok અને Instagram પર તેમની તસવીરો શેર કરતું રહે છે. બંનેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો ફોલોઅર્સ છે.
ગેરીએ કહ્યું કે, ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં બંને વચ્ચે ઘણો પ્રેમ છે. ગેરીએ કહ્યું કે તેણે અલ્મેડા સાથે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. બંનેને એક સાથે કોવિડ હતો પરંતુ તે તેનાથી બચી ગયા. ગેરીએ જણાવ્યું કે તે હંમેશા મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવતો હતો. જ્યારે તે શાળામાં ભણતો હતો ત્યારે તેને તેના શિક્ષિકા પર પ્રેમ હતો. તેણે પોતાની છાતી પર કેટલીક શિક્ષિકાના નામ પણ ટેટૂ તરીકે લખાવ્યા હતા.












Click it and Unblock the Notifications
