ખમ્મા ગીરને.. માલિકને બચાવવા સિંહ સામે મેદાને પડી ભેંસો, જાણો ક્યાં ખેલાયુ આ ધીંગાણુ?

કહેવાય છે કે ગીર જંગલમાં રહેતા લોકો પણ સાવજ જેવા બહાદુર છે. જો કે આ વખતે બહાદુરી કોઈ માણસની નહીં પણ ગીરની ભેંસોએ દેખાડી છે. ઘટના અનુસાર, 15 વર્ષના માલિકને બચાવવા માટે સિંહ સામે ભેંસો મેદાને પડી અને માલિકને બચાવ્યો.

સામાન્ય રીતે સિંહના પંજામાંથી શિકાર છુટે તેવી ભાગ્યે જ કોઈ ઘટના બનતી હોય છે. પરંતુ આ ઘટનામાં સિંહને મોઢાની ખાવી પડી અને શિકાર વગર જ પાછા ફરવુ પડ્યુ. આ ઘટના જૂનાગઢમાં ગાંડી ગીરમાંથી સામે આવી છે.

battle between a lion and a buffalo

વિશ્વના સૌથી વફાદાર પ્રાણીઓનું નામ આવે તો કોઈ ભાગ્યે જ ભેંસનું નામ લે. જો કે નામ ભલે ન આવતુ હોય પણ ગીરમાં ભેંસોની વફાદારીનો અજોડ દાખલો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગીરના કદવલી નેસમાં રહેતા વિક્રમ ચાવડા ગીર પશ્ચિમ વિભાગના વિસાવદર ફોરેસ્ટ રેન્જમાં બગોયા ગામ પાસે બે યુવાનો સાથે પોતાના ઢોરને લઈને જઈ રહ્યા હતા. વિક્રમ ચાવડા પોતાના ખભા પર નવજાત વાછરડાને લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન તેના પર એક સિંહની નજર પડી અને સિંહે અચાનક પાછળથી હુમલો કરી દીધો.

સિંહના હુમલા બાદ જ્યારે વિક્રમ ડરી ગયો અને લડવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન ટોળામાંથી બે ભેંસ તેની તરફ દોડી અને સિંહ સામે મેદાને પડી. આ દરમિયાન અન્ય યુવકોએ સિંહને લલકારતા સિંહને ભાગી જવાની ફરજ પડી. આ હુમલામાં આ 15 વર્ષનો વિક્રમ ઘાયલ થયો છે.

આ ઘટના અંગે ગીર ફોરેસ્ટ વેસ્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, પ્રશાંત તોમરે જણાવ્યું કે, જો ભેંસો ત્યાં ન હોત તો આ કિશોરને ગંભીર ઈજાઓ થઈ હોત અને તેણે જીવ પણ ગુમાવ્યો હોત. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છોકરાને તેની કમરમાં આઠ ટાંકા આવ્યા છે. હાલ તેને સારવાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો છે અને હવે તેની હાલત સારી છે.

તેમણે જણાવ્યુ કે, જ્યારે ભરવાડ અભયારણ્ય વિસ્તારમાં આવેલી જગ્યા પાસેથી પસાર થયા ત્યારે સિંહ અને સિંહણ મેટિંગ કરી રહ્યા હતા. ધારણા અનુસાર, સિંહની જોડી તેમની હાજરીથી પરેશાન થઈ અને છોકરા પર હુમલો કર્યો હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X