ભુતે ફ્લાઈટમાં સવાર 180 લોકોના જીવ બચાવ્યા, જાણો શું છે પુરી ઘટના?
તને ભુતપ્રેત સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળી હશે. લોકોને અજીબોગરીબ ભુત જોયા હોવાની વાત કરતા પણ સાંભળ્યા હશે. જો કે તમને કોઈ એમ કહે કે એક ભુતે ફ્લાઈટને અકસ્માતનો ભોગ બનતા અટકાવી તો તમે વિશ્વાસ કરશો? પરંતુ આવી ઘટના ઘટી હોવાનો દાવો કરાયો છે.
70ના દાયકામાં ઈસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટ ટ્રાઈ સ્ટાર 318 ન્યૂયોર્કથી મિયામી માટે રવાના થઇ હતી. આ દરમિયાન તેમાં હાજર એર હોસ્ટેસને કેટલાક એવા સંકેત મળ્યા કે તેના કારણે આ ફ્લાઈટમાં સવાર 180 લોકોના જીવ બચી ગયા.

હકિકતમાં આ એર હોસ્ટેસને પ્લેનમાં ઓવનમાં એક બળેલો ચહેરો દેખાયો હતો. તેને લાગ્યુ કે આ તેનો ભ્રમ છે. ત્યારબાદ તેને ફરીથી આ ચહેરો દેખાતા ફ્લાઈટને તાત્કાલિક ન્યૂયોર્કમાં લેન્ડ કરીને તમામ મુસાફરોને ઉતારી દેવાયા.
લેન્ડિંગ બાદ ન્યુયોર્કમાં પ્લેનનું એન્જીન ચેક કરીને તેને ટ્રાયલ માટે ટેક ઓફ કરાયુ. જો કે આ દરમિયાન જ તેના એન્જિનમાં આગ લાગી. લોકોના જણાવ્યા અનુસાર ઓવનમા દેખાયેલા ભુતે લોકોને સંકેત આપીને 180 લોકોના જીવ બચાવ્યા.
અહેવાલો અનુસાર, 19 ડિસેમ્બર 1972ના રોજ ઈસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટ નંબર 401 ન્યૂયોર્કથી મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. કેપ્ટન રોબર્ટ આલ્બિન, ફર્સ્ટ ઓફિસર આલ્બર્ટ જોન, ફ્લાઈટ એન્જિનિયર ડોનાલ્ડ લુઈસ ઉર્ફે ડોન રેપો તે વિમાન ઉડાવી રહ્યા હતા.

શરૂઆતમાં બધું ઠીક હતું પરંતુ લેન્ડિંગ સમયે એરક્રાફ્ટનો ગિયર ન ખૂલ્યો. કેપ્ટને પોતાના તમામ પ્રયાસ કરવા છત્તા સફળતા ન મળી. આવી સ્થિતિમાં પ્લેન અકસ્માતનો શિકાર બન્યું અને 101 લોકોએ જીવ ગુમાવ્યા અને 75 લોકોનો બચાવ થયો.
આ અકસ્માતના થોડા દિવસો બાદ ફ્લાઈટમાં ભૂતની ઘટના બની. કહેવાય છે કે એન્જિનિયર ડોનાલ્ડ લુઈસ ઉર્ફે ડોન રેપોના ભૂતે બીજી ફ્લાઈટના મુસાફરોનો જીવ બચાવ્યો હતો. જો કે આજ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ઉડ્ડયનના ઇતિહાસમાં આ સૌથી રહસ્યમય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.
પાછળથી જાણવા મળ્યું કે ટ્રાઈ સ્ટાર 318 નામં ફ્લાઈટ 401 ના ક્રેશમાં બચેલા ભાગોનો ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં તેને ધ ઘોસ્ટ ઓફ ફ્લાઈટ 401 તરીકે જાણીતી બની. આના પર એક ફિલ્મ પણ બની છે.












Click it and Unblock the Notifications
