ચાંદ પર આવનારા 7 વર્ષમાં બની જશે રહેવા લાયક કોલોની, શરૂ થઈ ચુક્યુ છે પ્લાનિંગ
ચંદ્રયાન-3 ચાંદની ધરતી પર ઉતર્યુ ત્યારથી જ ભારતના ઘણા લોકો ચાંદ પર જમીન ખરીદી રહ્યા છે. પૃથ્વી છોડીને અન્ય ગ્રહ પર માણસોને વસાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોનું માનીએ તો આવનારા કેટલાક વર્ષોમાં જ ચંદ્ર પર કોલોની બની જશે.
અન્ય ગ્રહ પર વસવાની વાતો ચાલી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ એક ગુડ ન્યૂઝ આપ્યા છે. યુકેના વૈજ્ઞાનિકોએ આ જે સમાચાર આપ્યા છે તે તમને ચોક્કસ ચૌકાવી દેશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આજતી માત્ર સાત વર્ષ પછી ચંદ્ર પર માણસ સ્થાયી થઈ જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ દાવો છે કે સાત વર્ષમાં ચંદ્ર પર એક કોલોની વસાવાસે અને માણસો ત્યાં રહેવા લાગશે. આ સ્થિતિમાં જો તમારે ત્યાં રહેવું હોય તો અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી શકો છો.
બ્રિટિશ વૈજ્ઞાનિકો આવનારા સાત વર્ષમાં ચંદ્ર પર મનુષ્યને વસાવવા ખાસ પરમાણુ ઉર્જા બનાવી રહ્યા છે. આનાથી મનુષ્ય લાંબા સમય સુધી ચંદ્ર પર રહી શકશે. પ્રોફેસર સિમોન મિડલબર્ગ અનુસાર, આ ઇંધણ બંગોર યુનિવર્સિટીમાં બનાવવામાં આવી રહ્યું છે.
વૈજ્ઞાનિકો અનુસાર, આનાથી માણસ ચંદ્ર પર લાંબા સમય સુધી રહી શકશે. જ્યારે ત્યાં કોલોની બનશે ત્યારે માણસો ત્યાં આરામથી વસવાટ કરી શકશે. આ પ્રયોગમાં ઉપયોગમાં લેવાતા પરમાણુ પાર્ટીકલ્સને ટ્રાઈસોફ્યુઅલ કહેવામાં આવે છે.
પ્રોફેસર સિમોન મિડલબર્ગે દાવો કરતા જણાવ્યુ કે, 2030 સુધીમાં મનુષ્ય ચંદ્રની કોલોનીમાં રહેવાનું શરૂ કરી શકે છે. નાસા દ્વારા સંચાલિત આ કાર્યક્રમના પરિણામોમાં એક વર્ષનો સમય બાકી છે. મંગળ કરતાં ચંદ્ર પર વધુ અવકાશ છે.
તેમને પુરી આશા છે કે માત્ર સાત વર્ષમાં તે તેમની યોજનાને એક્શનમાં ફેરવી દેશે. પરમાણુ ઈંધણ બનાવવામાં લાગેલી બંગોર ટીમ આ મામલે દુનિયામાં સૌથી આગળ છે. તે રોલ્સ રોયસ, યુકે સ્પેસ એજન્સી, નાસા સાથે કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
