For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્ર પર એક રહસ્યમય UFO દેખાયું, પછી અચાનક ગાયબ થઈ ગયું, જુઓ વીડિયો

અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (UFO) અને એલિયન્સ પર વિશ્વભરમાં વર્ષોથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? આ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોને હજૂ સુધી મળ્યો નથી.

|
Google Oneindia Gujarati News

અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (UFO) અને એલિયન્સ પર વિશ્વભરમાં વર્ષોથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? આ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોને હજૂ સુધી મળ્યો નથી. તાજેતરમાં જ આ મામલે યુએસ સંસદ (કોંગ્રેસ)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ufo

આ દરમિયાન યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે, અત્યાર સુધીમાં સેના સાથે 400 થી વધુ UFOની ઘટનાઓ સામે આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, 11 વખત સૈન્ય કર્મચારીઓ અને UFO ખૂબ જ નજીકથી સામસામે હતા.

અમેરિકી સેનાએ આવો જ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં એક સર્કલમાં UFO જોવા મળી રહ્યો હતો. આ વીડિયો યુએસ નેવી દ્વારા વર્ષ 2019માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં UFO સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ યુએફઓ સમુદ્રમાં અદ્રશ્ય થતાં પહેલાં લાંબા સમય સુધી જોવામાં આવ્યું હતું. જોકે તેના વિશે વધુ માહિતી નથી. ફિલ્મ નિર્માતા જેરેમી કોરબેલે યુએસ નેવીનો આ વીડિયો ઓનલાઈન શેર કર્યો છે, પેન્ટાગોને પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, યુએસ નેવી દ્વારા UFO અને એડવાન્સ ટ્રાન્સમીડિયમ વ્હિકલનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. તે વીડિયોના કેટલાક ફૂટેજ અહીં છે.

જેરેમી કોરબેલે યુએફઓની આ વીડિયો ક્લિપ અને તેની વેબસાઇટ પર તેની માહિતી આપી છે. જેરેમી કોરબેલે જણાવ્યું કે, યુએસ નેવીએ વર્ષ 2019માં આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે બાદમાં તેને જાહેર કરવામાં આવ્યું હતું.

યુએસ નેવીએ સાન ડિએગોના દરિયાકિનારે યુએસએસ ઓમાહાના કોમ્બેટ ઇન્ફોર્મેશન સેન્ટરમાંથી UFO નો વીડિયો મેળવ્યો હોવાનું માનવામાં આવે છે. વીડિઓ ખૂબ ટૂંકો છે. આ જોઈને એવું લાગે છે કે, આ પદાર્થ હવામાં ઉડી શકે છે અને પાણી પર તરતી શકે છે.

જેરેમી કોરબેલ કહે છે કે, તે ખૂબ જ અદ્યતન વાહન જેવું લાગતું હતું. ટ્રાન્સમીડિયમ લશ્કરી વાહનો કરતાં વધુ સારી રીતે મુસાફરી કરવામાં સક્ષમ હતું, પરંતુ તે ખૂબ નાનું હતું. રડાર ઇમેજિંગ દર્શાવે છે કે, આ બોલ જેવી વસ્તુનો વ્યાસ 2 મીટર છે, જેની ઝડપ 254 કિમી પ્રતિ કલાક હતી.

આ UFO જોયા પછી તરત જ, સબમરીનમાંથી તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ જ આગળ વધી ગયો હતો. હાલમાં એવું કોઈ વાહન નથી કે જે હવામાં લાંબા સમય સુધી ઉડી શકે અને પાણી પર પણ તરતી શકે.

English summary
A mysterious UFO appeared at sea, then suddenly disappeared.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X