For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં એક મહિલાએ એક સાથે 6 બાળકોને આપ્યો જન્મ, થઈ નૉર્મલ ડિલીવરી

પાકિસ્તાનના કરાંચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કરાંચીઃ પાકિસ્તાનના કરાંચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હા, અત્યાર સુધી તમે એકસાથે 2-3 બાળકોની ડિલીવરી સાંભળી હશે પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો હોય. તમે ભાગ્યે જ આ સાંભળ્યુ હશે પરંતુ આવુ પાકિસ્તાનના કરાંચીમાં જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં થયુ છે.

6માંથી એકનુ જન્મ સમયે થઈ ગયુ મોત

6માંથી એકનુ જન્મ સમયે થઈ ગયુ મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરાંચીના કાલાપુલમાં રહેતી હિના જાહિદે JPMCમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. જો કે, એક બાળકનુ જન્મ સમયે મૃત્યુ થયુ હતુ. હિનાની નોર્મલ ડિલિવરી થઈ હતી અને પાંચેય બાળકો હજુ સ્વસ્થ છે. જેપીએમસીના ડિરેક્ટરે જણાવ્યુ કે હિનાએ 4 છોકરાઓ અને 2 છોકરીઓને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મ સમયે એક છોકરીનુ મૃત્યુ થયુ હતુ. બાકીના પાંચ બાળકોને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડની નર્સરીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

હિનાને એક બાળક પહેલેથી છે

હિનાને એક બાળક પહેલેથી છે

જેપીએમસીના ડાયરેક્ટરે જણાવ્યુ કે મહિલાના પરિવારમાં 6 બાળકોના જન્મના સમાચારથી દરેક લોકો ઉત્સાહિત હતા પરંતુ જ્યારે એક બાળકનુ મોત થયુ ત્યારે પરિવાર ખૂબ જ દુઃખી હતો. પરિવારે આ દરમિયાન જણાવ્યુ કે હિનાને પહેલેથી જ એક બાળક છે.

સિંધમાં મહિલાએ ચાર બાળકોને આપ્યો હતો જન્મ

સિંધમાં મહિલાએ ચાર બાળકોને આપ્યો હતો જન્મ

તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટમાં સિંધના શિકારપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ક્રિશ્ચિયન હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે અમરોત શરીફની રહેવાસી મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો.

English summary
A Pakistani woman gave birth to six children by normal delivery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X