Video : હવે તો હદ થઈ…બજારમાં આવી ગઈ છે ટોઈલેટ વ્લોગર, ટોઈલેટના વીડિયો બનાવીને રેટિંગ આપે છે
સોશિયલ મીડિયા પર હવે લોકો ખાવાપીવાથી લઈને હરવા ફરવાના વ્લોગ બનાવીને અપલોડ કરતા તમે જોયા હશે. જો કે એક ઓસ્ટ્રેલિયન યુવતીએ તો હદ વટાવી દીધા છે અને તે ખાવા પીવા કે હરવા ફરવાના નહીં પરંતુ ટોઈલેટના વીડિયો બનાવીને અપલોડ કરી રહી છે.
અહેવાલો અનુસાર, આ યુવતી નિયમિત સોશિયલ મીડિયા પર વીડિયો મૂકે છે અને તેને એક વિચિત્ર સિરિઝ શરૂ કરી છે. આ ઓસ્ટ્રેલિયન ઈન્ફ્લુએન્સર આ વીડિયોને sez.com.au નામથી પોસ્ટ કરે છે. ચૌકાવનારી બાબત એ છે કે તે સિડની આસપાસના વિસ્તારોમાં બનેલા જાહેર શૌચાલયોની નિયમિત મુલાકાત લે છે અને તેની સમીક્ષા કરે છે.

આ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર મોલ, હોસ્પિટલ અને અન્ય બીજી જગ્યાઓએ જાય છે અને ત્યાં આવેલા જાહેર ટોયલેટના વાતાવરણ અનુસાર રિવ્યુ આપે છે. તેણે પોતાના મનપસંદ ટોયલેટ વિશે પણ જણાવ્યું છે. તે મેરિકવિલે મેટ્રો મોલમાં આવેલુ છે.
આ મહિલા તેને અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ ગણાવે છે. છોકરી તેને ટોયલેટ સીટ, ગંધ, સાબુ, ભીડ અને ટોયલેટ પેપર પ્રમાણે રેટ કરે છે. તે પોતાને ટોયલેટ ઈન્ફ્લૂએન્સર કહે છે અને અને જણાવે છે કે કઈ જગ્યાએ ટોયલેટ કેવા છે. તે સુધારવા માટે સૂચનો પણ આપે છે.
જો તમને આ કામ વિચિત્ર લાગતુ હોય તો તેનાથી ચૌકાવનારી બાબત એ છે કે આ છોકરીના પણ 20 હજાર ફોલોઅર્સ છે અને જે તેની ટોયલેટ સીરીઝને પસંદ કરે છે. તેના વિડીયો વાયરલ થતા રહે છે અને લોકોને તેની ટોઈલેટ ટેસ્ટીંગ સ્કીલ પસંદ આવી રહી છે. તે માત્ર ટોયલેટની અંદરના ભાગની જ નહીં પરંતુ ટ્રાફિક મુજબ પણ રેટિંગ આપે છે.












Click it and Unblock the Notifications
