એક પુરી ટ્રેન કેટલા રૂપિયામાં તૈયાર થાય? અલગ-અલગ હોય છે તમામ ટ્રેનના ભાવ
છેલ્લા કેટલાક સમયથી ભારતીય રેલવે દ્વારા એક પછી એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. કરોડોના ખર્ચે આધુનિક ટ્રેન તૈયાર થઈ રહી છે. જો કે તમને એ ખબર નહીં હોય કે એક ટ્રેનને બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે? આજે અમને તમને આ વિશે જણાવવાના છીએ.
એક અંદાજ અનુસાર, દેશની લાઈફલાઈન કહેવાતી ભારતીય રેલવેમાં દરરોજ 2 કરોડ લોકો મુસાફરી કરે છે. રોજ 13 હજારથી વધુ ટ્રેનો પ્રવાસ કરે છે. આ આંકડો ઓસ્ટ્રેલિયાની સમગ્ર વસ્તી બરાબર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તેને બનાવવા માટે કેટલો ખર્ચ થયો હશે?

એક ટ્રેન બનાવવા માટે 60 થી 70 કરોડનો ખર્ચ થાય છે. એક સ્લીપર કોચ બનાવવાનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા સુધી આવે છે. અંદાજ મુજબ એક એસી કોચ તૈયાર કરવાનો ખર્ચ 2 કરોડ રૂપિયા આસપાસ આવે છે.
કોચ સિવાય જો એન્જિનની વાત કરીએ તો માત્ર એક એન્જિનની કિંમત 18 થી 20 કરોડ સુધી હોય છે. 24 બોગીવાળી સંપૂર્ણ ટ્રેન બનાવવા માટે રેલવે લગભગ 60 થી 70 કરોડ રૂપિયા ખર્ચે છે.
સુપરફાસ્ટ ટ્રેનની વાત કરીએ તો, એક સુપરફાસ્ટ ટ્રેન બનાવવા માટે 60 થી 70 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એક એક્સપ્રેસ ટ્રેન બનાવવા માટે 50 થી 60 કરોડનો ખર્ચ થાય છે. એક મેમુ 20 કોચની લોકલ ટ્રેનની કિંમત 30 કરોડ રૂપિયા આસપાસ હોય છે.
હાવડા રાજધાની 21 કોચની LHB પ્રકારની ટ્રેનની કિંમત 61.5 કરોડ રૂપિયામાં તૈયાર થાય છે. અમૃતસર શતાબ્દી 19 કોચની LHB પ્રકારની ટ્રેનની કિંમત 60 કરોડ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
