For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાએ યુટ્યુબ પર હીરો શોધવાની રીત સર્ચ કરી, પછી 80 લાખનો ડાયમંડ મળ્યો

27 વર્ષની એક મહિલા પોતાના પરિવાર સાથે આર્કસન્સ ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં ફરવા ગઈ હતી. આ દરમિયાન તે જ્યારે સ્ટેટ્સ પાર્કમાં ફરી રહી હતી

|
Google Oneindia Gujarati News

27 વર્ષની એક મહિલા પોતાના પરિવાર સાથે આર્કસન્સ ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં ફરવા ગઈ હતી. આ દરમિયાન તે જ્યારે સ્ટેટ્સ પાર્કમાં ફરી રહી હતી, તો તેણે હીરો કેવી રીતે શોધાય તે માટે યુટ્યુબ પર સર્ચ કર્યું. અને આ વીડિયો જોતા જોતા જ મહિલાનું નસીબ કામ કરી ગયું. અચાનક જ તેમના હાથમાં પીળા રંગનો અસલી હીરો આવી ગયો. પહેલા તો તેમને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે તેમણે આ હીરો સ્ટેટ્સ પાર્કના અધિકારીઓને બતાવ્યો તો જાણ થઈ કે હીરો લગભગ 3.72 કેરેટનો છે. આ હીરાની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.

27 વર્ષીય મિરાન્ડા હોલિંગશીડના હાથમાં આવ્યો હીરો

27 વર્ષીય મિરાન્ડા હોલિંગશીડના હાથમાં આવ્યો હીરો

આર્કસન્સ સ્ટેટ પાર્કની વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ટેક્સાસમાં રહેતી 27 વર્ષની મિરાન્ડા હોલિંગશીડ પોતાના પરિવાર સાતે રજા મનાવવા સ્ટેટ પાર્ક પહોંચી હતી. આ દરમિાયન તે જ્યારે ફરી રહી હતી, તો તેમને લગભગ 3.72 કરોડનો હીરો હાથમાં આવી ગયો. આ હીરો તેમને એ સમયે મળ્યો જ્યારે તે યુટ્યુબ પર હીરો કેવી રીતે શોધવો તેનો વીડિયો જઈ રહી હતી. લગભગ એક કલાક સુધી તેમણે યુટ્યુબ પર હીરો શોધવા અંગેનો વીડિયો જોયો, પરંતુ કદાચ તેમને આશા હતી કે તેમના હાથમાં હીતો આવી જશે. જો કે તેમને હીરો શોધવામાં સફળતા મળી અને હાથમાં આવ્યો પીળો હીરો.

યુટ્યુબ પર વીડિયો જોવા દરમિયાન મળ્યો હીરો

યુટ્યુબ પર વીડિયો જોવા દરમિયાન મળ્યો હીરો

Gizmodoના એક રિપોર્ટ પ્રમામે મિરાન્ડા હોલિંગશીડે કહ્યું,'હું છાંયડામાં બેઠી હતી, અને હીરો કેવી રીતે શોધવો તેને લઈને યુટ્યુબ પર વીડિયો જોઈ રહી હતી. આ દરમિયાન મેં એક ક્ષણ માટે મારા પુત્રને જોવાનો પ્રયત્ન કર્યો, જે મારી સાથે જ હતો. જ્યારે મેં તેને જોવા માટે નીચે જોયું, તો મને આ હીરો પત્થરો વચ્ચે પડેલો દેખાયો.'

લગભગ 70થી 80 લાખ રૂપિયાનો છે પીળો હીરો

લગભગ 70થી 80 લાખ રૂપિયાનો છે પીળો હીરો

જ્યારે હૉલિંગશીડને આ હીરો મળ્યો, તો તેમને પહેલા તો વિશ્વાસ ન આવ્યો. એટલે જ તેઓ આ હીરો લઈને સ્ટેટ પાર્કના ડાયમંડ ડિસ્કવરી સેન્ટરમાં પહોંચ્યા. જ્યાં કર્મચારીઓએ તપાસ કરીને કહ્યું કે 3.72 કરોડનો અસલી પીળો હીરો છે. હાલ તો હૉલિંગ શીડને મળેલા હીરાની કિંમત કેટલી છે, તે સ્પષ્ટ નથી થઈ શક્યું, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે 70થી 80 લાખ રૂપિયા કિંમત હોઈ શકે છે.

ગર્લફ્રેન્ડ સાથે ફરી રહેલા ટીચરને મળ્યો હતો હીરો

ગર્લફ્રેન્ડ સાથે ફરી રહેલા ટીચરને મળ્યો હતો હીરો

અર્કાન્સ ક્રેટર ઓફ ડાયમંડ સ્ટેટ પાર્કમાં આ પહેલા પણ પ્રવાસીઓને હીરા મળી ચૂક્યા છે. આવું ઘણીવાર થઈ ચૂક્યુ છે. અમેરિકાના આર્કસન્સ સ્ટેટ પાર્ક તરફથી અપાયેલી માહિતી પ્રમાણે આ પહેલા 36 વર્ષના એક સ્કૂલ ટીચરને પણ હીરો મળ્યો હતો. તે સમયે તે પોતાના પરિવાર સાથે રજા મનાવવા પહોંચ્યા હતા. આર્કસન્સ મિસિસીપી નદીની સરદ પર સ્થિત દક્ષિણી અમેરિકાનું રાજ્ય છે. નેબ્રાસ્કાના હેબ્રોનમાં રહેતા જોશ લાનિક 24 જુલાઈએ ક્રેટર ઓફ ડાયમંડ પાર્કમાં પરિવાર સાથે પહોંચ્યા હતા, ત્યારે તેમને 2.12 કેરેટનો ભૂરો હીરો મળ્યો હતો.

આ પણ વાંચો: ચહેરા પર ઓક્ટોપસ મૂકીને ફોટો પડાવવો મહિલાને ભારે પડ્યો

English summary
a woman accidentaly find a diamond price of 70 to 80 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X