ચહેરા પર ઓક્ટોપસ મૂકીને ફોટો પડાવવો મહિલાને ભારે પડ્યો
ફોટો સ્પર્ધામાં ભાગ લેનારી મહિલાની ખુશી થોડીક સેકંડમાં દર્દમાં ફેરવાઈ ગઈ. મહિલાએ વિચાર્યું કે તે તેના માટે એક મજેદાર ફોટો સત્ર હશે, પરંતુ તે ખૂબ જ પીડાદાયક ઘટનામાં ફેરવાઈ ગયું અને તેને હોસ્પિટલમાં જવું પડ્યું. ખરેખર જેમી બીસેગલિયા એક સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. તેણે લોકોથી થોડું અલગ વિચાર્યું અને તેના ચહેરા પર ઓક્ટોપસ મૂકીને ફોટા પડાવવાનું શરૂ કર્યું.
ફોક્સ ન્યૂઝની રિપોર્ટ મુજબ છે ઓક્ટોપસ સાથે તે જે રીતના ફોટા ઇચ્છતી હતી તેવું ન થયું. કારણ કે ઓક્ટોપસે તેની સાથે કંઇક એવું કર્યું હતું કે તેને તેની પીડાદાયક કહાની ઇન્સ્ટાગ્રામ પર શેર કરવી પડી. તેની આ કહાની આવા ફોટાઓના શોખીન લોકો માટે પણ પ્રેરણારૂપ છે. જેમી બિસેગલિયા, જ્યારે તેની કહાની કહેતી હતી ત્યારે કહ્યું છે કે આઠ પગવાળા પ્રાણીએ તેનો ચહેરો જકડી લીધો હતો. આ પછી તેને હોસ્પિટલમાં જવું પડ્યું. જેમીએ કહ્યું કે મને ખબર ન હતી કે તે તેનો ચહેરો પકડશે અને તેના ચહેરાને નુકસાન પહોંચાડશે.
View this post on InstagramA post shared by Jamie Bisceglia (@south_sound_salmon_queen) on
જેમીએ કહ્યું કે ઓક્ટોપસને કારણે તેના નાકમાં સોજો આવ્યો છે અને લોહી પણ બંધ થતું નથી. જેમીની કહાની સાંભળ્યા પછી, ઘણાં ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓએ તેમને વિચિત્ર પ્રશ્નો પણ પૂછ્યા. એકે પૂછ્યું કે હવે તમને કેવું લાગે છે. સારું ને? જ્યારે બીજા વપરાશકર્તાએ લખ્યું કે તે સારું થયું કે વાદળી રિંગ ક્ટોપસ ન હતો, નહીં તો તમારો જીવ પણ જય શકતો હતો.
આ પણ જુઓ: પગમાં હાથ જેવી આંગળીઓ, આ કુટુંબ દુર્લભ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે