પગમાં હાથ જેવી આંગળીઓ, આ કુટુંબ દુર્લભ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેતું એક પરિવાર એક દુર્લભ રોગ સામે લડી રહ્યું છે. કુટુંબના આઠ સભ્યોના પગના પંજા હાથ જેવા પાતળા, લાંબી અને વાંકી આંગળીઓ જેવા થઇ જાય છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેતું એક પરિવાર એક દુર્લભ રોગ સામે લડી રહ્યું છે. કુટુંબના આઠ સભ્યોના પગના પંજા હાથ જેવા પાતળા, લાંબી અને વાંકી આંગળીઓ જેવા થઇ જાય છે. હાથની આંગળીઓ પણ મળવાલાગે છે. કાનપુર દેહાતના સીએમઓએ આ બીમારી સામે આવ્યા પછી, તેમણે સંશોધન માટે ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજના આચાર્યને પત્ર લખ્યો છે. તો, બાળરોગ વિભાગના ડોક્ટરોએ પીડિત પરિવારને તપાસ માટે બોલાવ્યું છે.

પેઢી દર પેઢી આગળ વધી રહી છે બીમારી
મળેલી માહિતી મુજબ આ પહેલો કિસ્સો છે. અકબરપુર તહસીલના જગજીવનપુરના બરકાતી આ રોગથી પીડિત હતા. તેમનું અવસાન થઇ ચૂક્યું છે. બે પુત્રો અશફાક અને ઇશહાક અને પુત્રી તજબુલને પણ આ બીમારીનો સામનો કરવો પડ્યો. તજબુલનું પણ અવસાન થઇ ચૂક્યું છે. હવે અશફાકના બે પુત્રો, આઠ વર્ષનો રાશિદ, 11 વર્ષિય સાહિલ અને પુત્રી પાંચ વર્ષીય જેબાને આ બીમારી થઈ ગઈ છે, જ્યારે તેમાંથી બે પીડિત પુત્રોની મોત થઇ ચુકી છે. આ બીમારી પેઢી દર પેઢી આગળ વધી રહી છે.

પત્નીઓને નથી આ બીમારી
ઇસહાકની બે પુત્રી 12 વર્ષની ઝૈનબ, 6 વર્ષની આફરીન અને 8 વર્ષના પુત્ર અરશદને પણ આ બીમારીએ પકડી લીધા. તજબુલની એક પુત્રી છે, તે પણ આ બીમારીથી પીડિત છે. તો બરકાતી, અશફાક અને ઇશહાકની પત્નીઓને પણ આ રોગ થયો નથી.

શું કહે છે જાણકાર
ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજના બાળ રોગ વિશેષજ્ઞ ડો.એ કે આર્યા મુજબ, આ જેનેટિક ઓટોસોમલ ડોમિનેન્ટ રોગ છે. તે લખો લોકોમાંથી માત્ર એક ને જ થાય છે. એવું માનવામાં આવે છે કે આ પાછળ સમાન બ્લડ ગ્રુપ અથવા ખુબ જ નજીકના સંબંધોમાં લગ્ન, ઇન્જેક્શન દ્વારા નશો લેવાની લત છે. એક પરિવારમાં બાટલા બધા પીડિત હોવાનો મામલો પહેલીવાર સામે આવ્યો છે. તેમને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
