મૉલમાં શોપિંગ કરી રહી હતી મહિલા ત્યાં અચાનક જ પેન્ટમાં રાખેલો ફોન ફાટ્યો, સામે આવ્યો શૉકિંગ Video

સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે હાલ વધુ એક શૉકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા મોલમાં ખરીદી કરી રહી છે, ત્યારે અચાનક તેના જીન્સના પાછળના ખિસ્સામાં રાખેલો સ્માર્ટફોન ધડાકા સાથે ફૂટી જાય છે. જીન્સના પેન્ટના ખિસ્સામાં ફોનનો વિસ્ફોટ થતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

જો કે, વાયરલ થયેલો આ વીડિયો બ્રાઝિલનો હોવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારી ઘટના CCTVમાં કેદ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,મહિલા તેના પતિ સાથે સુપરમાર્કેટમાં ખરીદી કરવા આવી હતી.

મહિલા મોલમાં ખરીદી કરી રહી હતી ત્યારે જીન્સ પેંટના પાછળના ખિસ્સામાંથી ધુમાડો નીકળવા લાગ્યો. હજુ મહિલાને જાણ થાય કે પેંટના ખિસ્સામાં ધુમાડા નીકળે છે તે સમયે જ પેંટના ખિસ્સામાંથી ફોન બ્લાસ્ટ થયો.

mobileblasat

પેંટના ખિસ્સામાં જ ફોન બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી અને આગને કારણે મહિલા દાઝી ગઈ હતી. જો કે, મહિલાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, જે ફોનમાં વિસ્ફોટ થયો તે મોટોરોલા મોટો E32 હોવાનું કહેવાય છે. મહિલાને આ ફોન ખરીદ્યાને એક વર્ષ પણ થયું નથી. ત્યાં જ આ બ્લાસ્ટની ઘટના બની હતી.

આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતનો વીડિયો વાયરલ થયા બાદ મોટોરોલા કંપનીએ પણ આ ઘટના અંગે સ્પષ્ટતા જારી કરી છે. news.com.au ના અહેવાલ મુજબ, કંપનીએ જણાવ્યું હતું કે તેણે તપાસ શરૂ કરવા માટે અસરગ્રસ્ત ગ્રાહકનો સંપર્ક કર્યો છે.

કંપની ફોનનું ટેકનિકલ વિશ્લેષણ કરશે અને વિસ્ફોટ પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરશે. કંપનીએ ગ્રાહકોને ખાતરી આપી કે, તેમની સલામતી કંપની માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તેના ઉત્પાદનો સખત પરીક્ષણ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. હાલમાં મોબાઇલ વિસ્ફોટ પાછળનું કારણ જાણી શકાયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X