For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૂતરું સમજી એક મહિનાથી પાળી રહ્યો રહ્યો, સચ્ચાઈ જાણી હેરાન

એક વ્યક્તિએ ખુબ જ પ્રેમથી એક કૂતરું દત્તક લીધું. તેને આ નાનું કૂતરું ગામમાં તેના મિત્રના ઘરની બહાર મળ્યું. તેને કૂતરું એકલું જોઈને તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો.

|
Google Oneindia Gujarati News

એક વ્યક્તિએ ખુબ જ પ્રેમથી એક કૂતરું દત્તક લીધું. તેને આ નાનું કૂતરું ગામમાં તેના મિત્રના ઘરની બહાર મળ્યું. તેને કૂતરું એકલું જોઈને તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો. એક મહિના સુધી તેને કૂતરાને ખવડાવ્યું, તેને પીવડાવ્યું, તેનું ખુબ જ ધ્યાન રાખ્યું. પરંતુ એક મહિના પછી જે હકીકત સામે આવી તે હેરાન કરી નાખે તેવી હતી. આટલા દિવસથી જેને તે કૂતરું સમજીની ઉછેરી રહ્યો હતો તે ખરેખર કૂતરું નહીં પરંતુ ઉંદર નીકળ્યું. આ ઘટના વિશે સાંભળીને ઈન્ટરનેટ પર પણ લોકો હેરાન છે.

bamboo rat

ચીનમાં એક વ્યકતિ નાના જાનવરને કૂતરું સમજીને ઉછેરતો રહ્યો પરંતુ અંતે તે જાનવર ઉંદર નીકળ્યું. ચીની મીડિયા અનુસાર તેને આ નાનું કૂતરું ગામમાં તેના મિત્રના ઘરની બહાર મળ્યું. તેને કૂતરું એકલું જોઈને તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો. આ જાનવરને ઘરે લાવ્યાના ઘણા સમય પછી પણ તેનું શરીર કુતરા મુજબ નહીં વધ્યું, ત્યારે તેને શંકા થઇ. તેને સપ્ટેમ્બરમાં આ જાનવરની ફોટો ઈન્ટરનેટ પર મૂકી અને પૂછ્યું કે આ કયું જાનવર છે?

આ પણ વાંચો: શરાબી વાંદરાનો આતંક, નશામાં મહિલાઓ પર કરે છે હુમલો

ઈન્ટરનેટ પર ફોટો પોસ્ટ કર્યા પછી ઈન્ટરનેટ યુઝરે તેની પરેશાનીનો ઉકેલ લાવી દીધો. સત્ય સામે આવ્યું કે અત્યારસુધી જેને તે કૂતરું સમજીની ઉછેરી રહ્યો હતો તે ખરેખર બેમ્બૂ રેટ (ઉંદર) નીકળ્યું. આ ઉંદર દક્ષિણ ચીનમાં જોવા મળે છે અને તેઓ વાંસ ખાય છે. હવે આ વ્યકતિએ તે જાનવરને વેચવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: પોલીસને મળ્યું એક બોક્સ, ખોલીને જોયું તો આખો ફાટી ગયી

આ કહાની ચીની સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આવું પહેલીવાર નથી કે જયારે કોઈ વ્યક્તિએ ખોટા જાનવરની ઓળખ કરી હોય. આ પહેલા પણ ત્રણ વર્ષ પહેલા એક ચીની વ્યકતિ જેને કૂતરું સમજીની ઉછેરી રહ્યો હતો તે અંતે રીછ નીકળ્યું.

English summary
After One Month, Man Found Out That His Pet Animal Is A Bamboo Rat And Not A Dog
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X