Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શરાબી વાંદરાનો આતંક, નશામાં મહિલાઓ પર કરે છે હુમલો

આ દિવસોમાં હરિયાણાના ભીવાનીમાં એક વિચિત્ર આતંક ફેલાયો છે. ભીવાનીમાં આ દિવસોમાં શરાબી વાંદરાનો ડર ફેલાયો છે. દારૂ પીવાનો શોખીન આ વાંદરો નશામાં ટલ્લી થઈને મહિલાઓ પર હુમલો કરે છે.

આ દિવસોમાં હરિયાણાના ભીવાનીમાં એક વિચિત્ર આતંક ફેલાયો છે. ભીવાનીમાં આ દિવસોમાં શરાબી વાંદરાનો ડર ફેલાયો છે. દારૂ પીવાનો શોખીન આ વાંદરો નશામાં ટલ્લી થઈને મહિલાઓ પર હુમલો કરે છે. વાંદરાએ અત્યાર સુધી ઘણી મહિલાઓ પર હુમલો કર્યો છે અને તેમને ઘાયલ કરી ચુક્યો છે. લોકો પરેશાન છે. આ વાંદરો દારૂના નશામાં સ્ત્રીઓને લક્ષ્ય બનાવે છે. અત્યાર સુધીમાં ઘણી બધી મહિલાઓ આ વાંદરાનો શિકાર બની ગઈ છે.

આ પણ વાંચો: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો

વાંદરાનો આતંક - મહિલાઓને બનાવે છે શિકાર

વાંદરાનો આતંક - મહિલાઓને બનાવે છે શિકાર

ભીવાનીનું ગામ દાંગમાં શરાબી વાંદરાનો આતંક ફેલાયો છે. નશામાં વાંદરો સ્ત્રીઓ પર હુમલો કરે છે. લોકો પણ તેને ઘણીવાર દારૂ પીવડાવી દે છે, પરંતુ વાંદરાની આ ટેવથી સ્ત્રીઓ અત્યંત પરેશાન છે. મહિલાઓને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, જ્યારે વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતના લોકો આ વાંદરાને પકડવામાં વ્યસ્ત છે.

મહિલાઓનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ

મહિલાઓનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ

દાંગ કલાંમાં શરાબી વાંદરાને લીધે લોકો પરેશાન છે. નશામાં આ વાંદરો હંમેશા તેના ઝુંડથી અલગ રહે છે. આ વાંદરો સામાન્ય વાંદરાઓથી અલગ છે. તે એકલો રહે છે. ગામના કેટલાક લોકો વાંદરાને દારૂ પીવડાવી દે છે. નશામાં આ વાંદરો લોકોને હેરાન કરે છે. લોકો તેનાથી મુશ્કેલીમાં છે અને ઘણી વખત તેઓએ વન્ય વિભાગને ફરિયાદ પણ કરી છે.

બાળકો અને મહિલાઓ પર કરી ચુક્યો છે હુમલો

બાળકો અને મહિલાઓ પર કરી ચુક્યો છે હુમલો

વાંદરો ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોને પોતાનું નિશાન બનાવે છે. જીલ્લા વહીવટ અને વન્યજીવ, પ્રાણી વિભાગને વાંદરાને લઈને ફરિયાદ કરી છે. ફરિયાદ કર્યા પછી વન્ય જીવ, પ્રાણી ટીમ ગામમાં પહોંચી. વાંદરાને પકડવાનો ઘણીવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી વાંદરો પકડમાં આવ્યો નથી. લોકો પણ વાંદરાને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી બધાના હાથ ખાલી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X