• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોલીસને મળ્યું એક બોક્સ, ખોલીને જોયું તો આખો ફાટી ગયી

By Prajapati Anuj
|

ઇંગ્લેન્ડના પોલીસ સ્ટેશનમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે તેમને એક પાર્સલમાં 6 ફુટ લાંબો સફેદ સાપ મળ્યો. નોર્થબીરિયા પોલીસ અનુસાર તેમને એક પાર્સલ મળ્યું હતું, પરંતુ જેવું તેમને પાર્સલ ખોલ્યું તેમાં એક સફેદ સાપ હતો. થોડા સમય માટે પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો પરંતુ જયારે તપાસ કરવામાં આવી ત્યારે તેની હકીકત સામે આવી.

Photo Source: Northumbria Police

પોલીસ અનુસાર આ સાપ અલ્બીનો મકાઈનો હોવાની શંકા છે, જે એક યાત્રી પાસે મળી આવ્યો છે, જે ન્યૂકેસલ શહેરની ગલીમાં ફરી રહ્યો હતો. ત્યારપછી પાસરાબી અને તેના એક મિત્રએ ગમે તેમ કરીને એક બોક્સમાં તેને બંધ કરીને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો. થોડા સમય સુધી સાપને પોલીસ સ્ટેશનમાં જોઈને બધા હેરાન થઇ ગયા. પરંતુ થોડા સમય પછી તેમને આ સાપને હેરી નામ આપી દીધું.

આ પણ વાંચો: Video: મહિલાની ગુલાબી નાઇટી ગળી ગયો સાપ, જુઓ આગળ

હાલમાં આ સાપ પોલીસના કબ્જામાં છે. આ સાપ ક્યાંથી આવ્યો અને તેને કોણ લઈને આવ્યું તેના વિશે શોધ કરવામાં આવી રહી છે. જો સાપ વિશે વાત કરવામાં આવે તો આ સફેદ સાપ વધારે આક્રમક નથી હોતો, પરંતુ તેને ગુસ્સો અપાવવામાં આવે તો નુકશાન પણ પહોંચાડી શકે છે. સફેદ અને અલ્બીનો સાપ ખુબ જ દુર્લભ હોય છે. સાપ કેચર ડાર્વિન અનુસાર આ સાપ વધારે નથી જીવી શકતો કારણકે પોતાના સફેદ રંગને કારણે તે જલ્દી શિકારીની નજરમાં આવી જાય છે.

આ પણ વાંચો: રસોડામાં ગયી મહિલા તો એક મોટો અજગર રાહ જોઈ રહ્યો હતો

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઑસ્ટ્રેલિયામાં સફેદ સાપ મળ્યો હતો, જેને શિકારીઓના ચંગુલમાંથી છોડાવવામાં આવ્યો હતો. આ પ્રકારના દુર્લભ પ્રજાતિના સાપો પર શિકારીઓની ખાસ નજર રહે છે કારણકે તેમને વેચીને તેઓ ઘણી કમાણી કરી શકે છે.

English summary
IN UK, Northumbria Police Handed Mysterious Box with A Rare 6 feet White Snake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X