રસોડામાં ગયી મહિલા તો એક મોટો અજગર રાહ જોઈ રહ્યો હતો

પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડી માં એક મહિલા પોતાના રસોડામાં ગયી ત્યારે અંદર જતા જ તેની નજર જેના પર પડી તેને જોઈને તેના હોશ ઉડી ગયા.

પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડી માં એક મહિલા પોતાના રસોડામાં ગયી ત્યારે અંદર જતા જ તેની નજર જેના પર પડી તેને જોઈને તેના હોશ ઉડી ગયા. મહિલા ગભરાઈને ત્યાંથી ભાગી નીકળી. તેને ભાગીને બહાર આવી લોકોને જણાવ્યું કે અંદર એક મોટો અજગર છે. ત્યારપછી લોકોનું ટોળું જામી ગયું.

python

આ ઘટના પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડીમાં છલીપાડા વિસ્તારની છે. જ્યાં એક મહિલાના ઘરે રસોડામાં 13 ફુટ લાંબો અજગર ઘુસી આવ્યો. રસોડામાં લોકો માટે જમવાનું લેવા ગયેલી મહિલા સાફિના ખાતૂનની નજર અંદર ઘુસતાની સાથે જ અજગર પર પડી. તે ગભરાઈને ચીસો પાડતી ત્યાંથી ભાગી ગયી.

આસપાસના લોકોને જયારે તેની જાણકારી મળી ત્યારે તેઓ અજગરને જોવા માટે ભેગા થવા લાગ્યા. આ દરમિયાન વન વિભાગ અને જાનવરોના એનજીઓને પણ તેના વિશે સૂચના આપવામાં આવી. વન વિભાગ અધિકારીઓ ઘ્વારા આ અજગરને રસોડાની બહાર કાઢવામાં આવ્યો. વન વિભાગ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તિસ્તા નદીમાં વહીને અજગર અહીં આવી ગયો. અજગર સુરક્ષિત જગ્યાની શોધમાં ઘરમાં ઘુસી ગયો હતો. અજગરને જંગલમાં લઈને જઈને છોડી મુકવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X