માણસના મોત બાદ તેના ફિંગર પ્રિન્ટથી મોબાઈલ અનલોક થાય કે નહીં?
ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ પ્રાઈવર્સી અને સિક્યુરિટીને લઈને પણ મોટા ફેરફાર થઈ રહ્યા છે. હાલમાં મોબાઈલમાં ફિંગર પ્રિન્ટ એક મહત્વનું સિક્યુરિટી ફિચર છે. જો કે તમને સવાલ થતો હશે કે માણસ મરી જાય પછી ફિંગર પ્રિન્ટ કરે કે નહીં?

માણસના મોત બાદ શરીરમાં રહેલુ ઈલેક્ટ્રિકલ કંડક્ટેન્સ ખતમ થઈ જાય છે અને કોશિકાઓ કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિના મૃત્યુ પછી તેના ફિંગર પ્રિન્ટ પહેલા જેટલા ભરોસાપાત્ર નથી રહેતા. મોત સાથે શરીર રોકાઈ જાય છે ત્યારે સ્થિતીમાં આપણી આંગળીઓ પણ અન્ય અંગોની જેમ અકળાઈ જાય છે.
સામાન્ય ફિંગરફ્રેન્ડ સામે મૃત્યુ પછી ફિંગર પ્રિન્ટ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. મૃત્યુ પછી માનવીના ફિંગર પ્રિન્ટ બદલાય છે. તે માત્ર ફોરેન્સિક નિષ્ણાત દ્વારા અથવા લેબમાં જ કામમા લઈ શકાય છે.
અહેવાલો અનુસાર, સામાન્ય લોકો મૃત વ્યક્તિના ફિંગર પ્રિન્ટ લઈ શકતા નખી. તેના માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવી પડે છે. તેમના દ્વારા આસાનીથી લઈ શકાય છે.
નિષ્ણાતો સરળતાથી ઓળખી લે છે. ફોરેન્સિક લેબમાં સિલિકોન પુટ્ટીનો ઉપયોગ મૃત વ્યક્તિના ફિંગર પ્રિન્ટ લેવા માટે થાય છે. સિલિકોન પુટ્ટી પર ફિંગર પ્રિન્ટ સ્પષ્ટ રીતે આવે છે અને તેનાથી માહિતી મેળવી શકાય છે.
મોત બાદ વ્યક્તિનો મોબાઈલ તેના ફિંગર પ્રિન્ટથી અનલોક કરી શકાતો નથી. મોબાઈલ ફોનના સેન્સર માનવ આંગળીઓમાં ચાલતા ઈલેક્ટ્રિકલ કંડક્ટેન્સના આધારે કામ કરે છે.
મોત બાદ શરીરમાં ઈલેક્ટ્રિકલ કંડક્ટેન્સ સમાપ્ત થઈ જાય છે. આમ મોક બાદ મોબાઇલ ફોનના સેન્સર ઈલેક્ટ્રિકલ કંડક્ટેન્સ વિના આંગળીઓને ઓળખી શકતા નથી અને મોબાઈલ અનલોક કરી શકાય નહીં.












Click it and Unblock the Notifications
