અહીં પ્રસાદમાં નૂડલ્સ અને ચોકલેટ મળે છે, આ અનોખા મંદિરો વિશે જાણો

આપણા દેશમાં આવા ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો છે, જ્યાં પગ મુકતાની સાથે જ મનની ઈચ્છા પુરી થઇ જાય છે.

આપણા દેશમાં આવા ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો છે, જ્યાં પગ મુકતાની સાથે જ મનની ઈચ્છા પુરી થઇ જાય છે. આખા દેશમાં આવા ઘણા મંદિરો છે જે તેમના ચમત્કારિક પ્રભાવ, સ્થાપત્ય કલા અને ભવ્યતાના કારણે તે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રભાવ છે. પરંતુ આપણી પાસે એવા પણ કેટલાક મંદિરો છે જ્યાં ભગવાનને ચડાવવામાં આવતા અજીબો-ગરીબ પ્રસાદના કારણે પણ ઓળખાય છે. આજે અમે તમને આવા જ કેટલાક મંદિરો વિશે જણાવીશુ જ્યાં ભક્તોને અન્ય મંદિરોની તુલનામાં અનોખો પ્રસાદ આપવામાં આવે છે.

આ પણ વાંચો: અહીં કાર્તિકેયે ભગવાન શિવને સમર્પિત કર્યા હતા પોતાના હાડકા

ચાઇનીઝ કાળી માતા, કોલકાતા

ચાઇનીઝ કાળી માતા, કોલકાતા

ચાઇનીઝ કાળી માતાનું મંદિર કોલકાતાના ટાંગરા વિસ્તારમાં સ્થિત છે. અહીં, કાળી માતાને પ્રસાદમાં નૂડલ્સ અને ફ્રાઈડ રાઈસનો ભોગ લગાવવામાં આવે છે. પછી આ નૂડલ્સ અને ફ્રાઈડ રાઈસ પ્રસાદ તરીકે ભક્તોને વહેંચવામાં આવે છે. આ કારણોસર, આ મંદિરનું નામ ચાઈનીઝ કાળી માતા પડી ગયું છે. 55 વર્ષના પૂજારી ઇસોન ચેન આ મંદિરની સંભાળ રાખે છે.

બાલા મુરુગન ભગવાન, કેરળ

બાલા મુરુગન ભગવાન, કેરળ

બાલા મુરુગન ભગવાનનું મંદિર કેરળના એલેપ્પીમાં આવેલું છે. બાલા મુરુગન ભગવાનને ચોકલેટ ખુબ પસંદ છે. તેથી ભગવાનને ચૉકલેટ પ્રાસદના સ્વરૂપમાં આપવામાં આવે છે અને ત્યારબાદ અહીં આવતા ભક્તોને ચોકોલેટ વહેંચવામાં આવે છે.

ખબીસ બાબા, ઉત્તર પ્રદેશ

ખબીસ બાબા, ઉત્તર પ્રદેશ

ખબીસ બાબાનું મંદિર ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે. અહીં મંદિરમાં દારૂનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને તે જ દારૂ પ્રસાદ તરીકે ભક્તોને વહેંચવામાં આવે છે. એવી માન્યતા છે કે મંદિરમાં દારૂ ચડાવવાથી મનોકામના પૂરી થાય છે. અહીં મંદિરની આસપાસ ઘણા વાંદરાઓ પણ રહે છે, જેઓ અહીં ચડાવવામાં આવતા દારૂનું સેવન કરે છે.

કામાખ્યા મંદિર, ગુવાહાટી

કામાખ્યા મંદિર, ગુવાહાટી

ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં દર વર્ષે એક ભવ્ય મેળાનું આયોજન થાય છે. મેળા દરમિયાન ત્રણ દિવસ માટે, માતાનો દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવે અને ચોથા દિવસે મંદિરના દરવાજા ખોલવામાં આવે ત્યારે છે, ભક્તોને પ્રસાદ રૂપે એક ભીનું કપડું આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કપડું માતાના રજથી ભીનું હોય છે.

કરની માતા મંદિર, રાજસ્થાન

કરની માતા મંદિર, રાજસ્થાન

રાજસ્થાનનું સૌથી પ્રસિદ્ધ મંદિર, કરની માતાનું મંદિર, જ્યાં ઉંદરોની પૂજા થાય છે. અહીં ભક્તોને પ્રસાદ તરીકે દૂધ વહેંચવામાં આવે છે. પરંતુ તે પહેલાં આ દૂધ ઉંદરોને પીવડાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દૂધમાં ઉંદરોની લાળ ભળેલી હોય છે અને આ પ્રસાદનું સેવન કરનારા લોકો માટે સૌભાગ્ય લઈને આવે છે.

પલાની મંદિર, તમિલનાડુ

પલાની મંદિર, તમિલનાડુ

તમિલનાડુના પલાની મંદિરમાં, ભગવાન મુરગનને પ્રસાદના રૂપમાં જામ ચડાવામાં આવે છે. આ જામ ફળોનું બનેલું હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન મુરુગનને આ જામનો સ્વાદ ખુબ ગમે છે. તે ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X