આ ગ્રહ પર થાય છે દારૂનો વરસાદ, જાણો ક્યાં આવેલો છે આ વિચિત્ર ગ્રહ?
થોડા હળવા અંદાજમાં કહીએ તો દારૂના શોખીનો માટે એક સારા સમાચાર છે. નાસાને હાલમાં જ એક એવા ગ્રહ વિશે જાણ થઈ છે ત્યાં પાણી નહીં પણ દારૂનો વરસાદ થાય છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ ગ્રહ જ્યાં જુઓ ત્યાં દારૂ જ દેખાય છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ હાલમાં જ આ વિચિત્ર ગ્રહ વિશે લોકોને જણાવ્યુ છે. નાસાના જણાવ્યા અનુસાર, આ ગ્રહ પર આલ્કોહોલના સૂક્ષ્મ કણો ઉપબલ્ધ છે. જેના કારણે અહીંની દરેક વસ્તુ દારૂ બની જાય છે. જો કે તે પીવાલાયક નથી.

નાસાના જણાવ્યા અનુસાર, આ આલ્કોહોલ તારાઓ વચ્ચેના સૈગિટેરિયસ વિભાગમાં B2 માં જોવા મળ્યુ છે. આ વિસ્તારમાં તારાઓનો જન્મ થાય છે. આ પ્રદેશ આપણી આકાશગંગાના કેન્દ્રની નજીક છે. આ વિસ્તારમાં આપણી આકાશગંગાનો એક મોટો બ્લેકહોલ સ્થિત છે.
આ વિસ્તાર આપણી પૃથ્વીથી લગભગ 170 પ્રકાશ-વર્ષ દૂર છે. આ વિસ્તારની શોધ એટાકામા લાર્જ મિલિમીટર/સબમિલિમીટર એરે ટેલિસ્કોપ દ્વારા વર્ષ 2016માં કરવામાં આવી હતી, ત્યારબાદ નાસા તેના પર નજર રાખી રહ્યું છે અને અહીંની તમામ ગતિવિધિઓ પર ધ્યાન રાખી રહ્યું છે.
યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એસ્ટ્રોકેમિસ્ટ રોબ ગેરોડ આને એક અલગ જ વસ્તુ માને છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રોપેનોલના બંને સ્વરૂપો એકસાથે મળવા એક મોટી વાત છે. કારણ કે બંને વચ્ચે ઘણી સામ્યતા છે. જેનો અર્થ એ છે કે બે પરમાણુઓ એક જ સમયે એક જ જગ્યાએ હાજર હોવા જોઈએ.
શરૂઆતના અવકાશમાં આવી કોઈ ક્રિયા જોવા મળતી નથી. ખાસ કરીને મિથાઈલ આલ્કોહોલ, અથવા મિથેનોલ મળી આવવું એ એક મોટી વાત છે. આનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ગ્રહોની રચના અને વિનાશની પ્રક્રિયાને સમજી શકશે.












Click it and Unblock the Notifications
