કેવી રીતે જાણશો તમારા ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટી થઇ રહી છે કે નહીં?
પેરાનોર્મલ એક્ટિવિટી વિષે ખૂબ જ ઓછા લોકો યોગ્ય જાણકારી ધરાવે છે. અને આ અંગે વિવિધ ભ્રમ પણ ધરાવે છે. પણ આ ચર્ચાને બાજુમાં રાખતા જો તમારે તે જાણવું હોય કે તમારા કોઇ પ્રકારની પૈરાનોર્મલ એક્ટિવિટી થઇ રહી છે કે કેમ? તો તે જાણવા માટે અમે તમને કેટલાક રસપ્રદ સંકેત જણાવાના છીએ. આ લક્ષણો તમને કહેશે કે બની શકે તમે હાલમાં જે નવા ઘર કે નવી જગ્યાએ રહેવા આવ્યા છો ત્યાં આવી કોઇ એક્ટિવિટી થઇ રહી છે કે નહીં.
નોંધનીય છે કે પૈરાનોર્મલ એક્ટિવિટીના સંકેત એક કે બે વાર દેખાય તો તે સામાન્ય વાત છે પણ જો વારંવાર તમને આવા અનુભવો થઇ રહ્યા હોય તો તમારે સચેત રહેવું જરૂરી બની છે. અને તે વાત પણ વિચારવી જરૂરી બને છે કે આ તમારો ભ્રમ છે કે પછી ખરેખરમાં આવું કંઇ છે.
આમ પણ આપણે જ્યારે કોઇ નવી જગ્યાએ જઇએ છીએ ત્યારે અમુક જગ્યાએ જવાની સાથે જ આપણને જે તે સ્થળ કે જગ્યા ગમી જાય છે. ત્યાંની સારી ઊર્જા આપણને આકર્ષિત કરે છે. તેનાથી વિપરીત ધણીવાર અમુજ જગ્યાએ જવાની સાથે જ આપણને નેગેટિવ વાઇબ્સ પણ આવે છે. ત્યારે શું તમારા ઘરમાં કોઇ પૈરાનોર્મલ એક્ટિવિટી થઇ રહી છે કે કેમ તે ચકાશવા નીચેના સંકેતોને ધ્યાને વાંચી સમજો...

કોઇ પીછો કરે છે.
તમે ઘરમાં કોઇ તમારો પીછો કરે છે તેવું અનુભવો છો? અને તમને વારંવાર આવો અહેસાસ થાય છે. તો બની શકે કોઇ નેગેટિવ એનર્જી આ માટે કારણભૂત હોઇ શકે.

વસ્તુઓ તેને સ્થાને ન રહેવી
ઘરમાં રાખેલી વસ્તુઓ જાતે જ પોતાના સ્થાનથી અન્ય સ્થાન પર જતી રહેવી. જેમ કે તમે ખુરશી પૂર્વ દિશામાં રાખી હોય અને થોડીવારમાં તે જાતે જ પશ્ચિમ દિશામાં જતી રહે.

રાતનો સમય
રાતે તમે જ્યારે સૂઇ રહ્યા હોવ ત્યારે તમને તેવો ભાસ થાય કે તમારા કાનમાં કોઇ કંઇક કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ તમે તે સમજી નથી શકતા.

રડવાને કે દુખ ભરેલી ચીસો
તમને ક્યારેક અચાનક જ કોઇની દુખી ચીસો કે રડવાનો અવાજ સંભળાય પણ તમને લાખ શોધો તો પણ તમને તેવું કોઇ વ્યક્તિ ના મળે.

બિમારી
ઘરના કોઇ વ્યક્તિનું અચાનક બિમાર પડવું. અને તેની બિમારીનું કારણ યોગ્ય ઇલાજ છતાં બહાર ન આવવું.

પાળતૂ જાનવર
તમારા ઘરમાં પાળતૂ જાનવર જેમ કે કૂતરો, બિલાડી કે પક્ષી અચાનક જ નવા ઘરમાં આવ્યા બાદ અજીબ વહેવાર કરવા લાગે.

લાઇટ અને ધડિયાળ
વારંવાર કોઇ જ યથાર્થ કારણ વગર ઘરની લાઇટો અને ધડિયાલનું બંધ થઇ જવું પણ નેગેટિવ એનર્જીનું કારણ હોઇ શકે.

બાળકો
બાળકો અકારણ ડરવા લાગે. રમવા અને ખુશ રહેવાના બદલે એકલા અને ચુપ રહેવા લાગે.

ત્યારે શું કરવું
નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે પોઝિટિવ એનર્જીને ઘર અને ઘરના વાતાવરણમાં પ્રવર્તમાન કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારે સૌથી પહેલા તો તેવી વસ્તુઓ કરો જેથી વધુમાં વધુ પોઝિટિવ એનર્જી બની રહે.

પૂજા, શંખનાદ, દિવા
તમે તમારા ઇષ્ટ દેવની પૂજા સવાર-સાંજ કરી શકો છો. શંખનાદ અને દિપકમાં પણ અદ્ધભૂત શક્તિઓ છે.

મંગળવાર
મંગળવારે સુંદરકાંડ વાંચો. હનુમાન ચાલીસા કરો. અને માં કાલીના સ્ત્રોત કરો જેથી તમને અંદરથી પોઝિટિવ રહી શકો.

ભોજન
ઘરમાં લાંબો સમય સુધી લોટ બાંધીને ના રાખો. બાકી બચેલું ભોજન ગાય કે ભિખારીને આપી દો.












Click it and Unblock the Notifications
