OMG: લગ્નને દિવસે બ્રાઇડલ વેર છોડી શોર્ટ્સમાં પહોંચી યુવતી
પોતાના લગ્નમાં હાફ બ્રાઇડલ વેરમાં પહોંચી યુવતીબ્રાઇડલ વેર બ્લાઉઝ અને બ્રાઇડલ મેકઅપ સાથે નીચે શોર્ટ્સ સાથે જોવા મળીઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
દરેક યુવતી પોતાના લગ્ન માટે કંઇ કેટલાયે મહિનાઓથી તૈયારી કરતી હોય છે, ખાસ કરીને લગ્નની સાડી કે ડ્રેસ માટે. લગ્નના આઉટફિટ માટે યુવતીઓ કંઇ કેટલાયે પૈસા ખર્ચી નાંખતી હોય છે. પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર એક એવી નવવધૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પોતાના લગ્નના દિવસે હાફ બ્રાઇડલ વેરમાં જોવા મળી હતી.
આ યુવતી સુંદર લાલ બ્લાઉઝ, ઘરેણાં અને બ્રાઇડલ મેકઅપમાં જોવા મળે છે. પરંતુ નીચે જુઓ તો તે ચણિયા-ચોળીના ચણિયો કે સાડીની જગ્યાએ શોર્ટ્સમાં નજરે પડે છે. યુવતીનો આ બ્રાઇડલ લૂક હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. યુવતી પોતાના બ્રાઇડલ વેરના લહેંગાની જગ્યાએ નાઇકના શોર્ટ્સમાં જોવા મળી હતી. યુવતીની હિંમતને ખરેખર દાદ આપવી પડે. તેના લગ્નના દિવસના ફોટોઝ અને વીડિયોઝ ઇન્ટરનેટ પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

ઇન્ટરનેટ પર થઇ ટ્રોલ
આ યુવતીને તેના અજીબ ડ્રેસિંગ બદલ ઇન્ટરનેટ પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. રણવીર સિંહ સાથેનું આ ટ્રોલ સૌથી ફેમસ છે. એક્ટર રણવીર સિંહ બાજીરાવ મસ્તાનીના પ્રમોશનમાં લહેંગામાં જોવા મળ્યા હતા. આથી આ બંન્ને તસવીરો લિંક કરીને તેમની મજાક ઉડાવાઇ રહી છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલ આ વીડિયો જુઓ અહીં..
@sagarcasm pic.twitter.com/h8ETJKVmmL
— Nawab On Wheels (@nawabonwheels) May 31, 2017












Click it and Unblock the Notifications
