પતંગ ઉડાડવાથી જેલ થઈ શકે છે? જાણો શું કહે છે કાયદો?
ભારત પતંગ રસિયાઓનો દેશ છે. ખાસ કરીને ગુજરાતમાં ઉતરાયણ આવતા જ મહિના પહેલા જ પતંગ રસિયાઓ ઘાબા પર જોવા મળે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે પતંગ ઉડાડવા એ ગેરકાયદેસર છે અને તેના માટે સજા થઈ શકે છે.
જો પતંગ ઉડાવવાથી સજા થઈ શકે તો તેના માટે કોઈ કાયદા ચોક્કસ હશે. તો જણાવી દઈએ કે ભારતમાં એક કાયદો છે, જેને ભારતીય એરક્રાફ્ટ એક્ટ કહેવામાં આવે છે. આ અંતર્ગત જો તમે કોઈપણ એરક્રાફ્ટ ઉડાવો તો આમ કરતા પહેલા પરવાનગી લેવી પડે છે.

હવે સવાલ એ છે કે પતંગ પર પ્રતિબંધ શા માટે છે? આ કાયદામાં હવાઈ જહાજ, પતંગ, ગ્લાઈડર, બલૂન અને ફ્લાઈંગ મશીનને એરક્રાફ્ટ ગણવામાં આવ્યા છે. આ જ કારણ છે કે એરક્રાફ્ટ લોમાં પતંગ પણ આવે છે. આ સ્થિતિમાં પતંગ ઉડાડવા માટે પરવાનગી લેવી જરૂરી છે.
જો કોઈ આ કાયદા હેઠળ દોષી સાબિત થાય તો એરક્રાફ્ટ એક્ટ 1934ની કલમ 11 મુજબ 2 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડ થઈ શકે છે. અગાઉ આ કાયદામાં 6 મહિનાની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી. ત્યારબાદ વર્ષ 2008માં તેમાં સુધારો કરવામાં આવ્યો અને સજામાં વધારો કરવામાં આવ્યો.
પતંગ સાથે સાથે વિવિધ રાજ્યોમાં માંઝા પર પ્રતિબંધ, ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ જેવા નિયમો અસ્તિત્વમાં છે. જો કે તેનું પુરૂ પાલન નથી થતુ. જણાવી દઈએ કે આ કાયદામાં એરપોર્ટની નજીક એરક્રાફ્ટ ઉડાડવાને લઈને વિશેષ જોગવાઈઓ અને નિયમો છે.












Click it and Unblock the Notifications
