For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા 'સ્પર્મ'થી બનાવી રહી છે જ્વેલરી, થઈ રહી છે જોરદાર કમાણી, જાણો કેમ મળી રહ્યા છે આટલા ઑર્ડર

એક જ્વેલરી ડિઝાઇનર મહિલા એવી વસ્તુમાંથી જ્વેલરી બનાવી રહી છે કે જેને જોઈને અને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. જાણો વિગત.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુંદર જ્વેલરી સહિત વિશ્વભરમાં વિવિધ પ્રકારની ફેશનેબલ વસ્તુઓ છે. સુંદરથી સુંદર ડ્રેસને કમ્પ્લીટ લુક સુંદર જ્વેલરી જ આપે છે. સોના, ચાંદી, હીરા અને રત્નો ઉપરાંત તમે તાંબા અને ફૂલો સહિત અનેક પ્રકારની જ્વેલરી વિશે સાંભળ્યુ હશે અને પહેરી હશે પરંતુ એક જ્વેલરી ડિઝાઇનર મહિલા એવી વસ્તુમાંથી જ્વેલરી બનાવી રહી છે કે જેને જોઈને અને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સ્પર્મથી જ્વેલરી બનાવી

સ્પર્મથી જ્વેલરી બનાવી

કેનેડિયન જ્વેલરી આર્ટિસ્ટ અમાન્ડા બૂથ જે વિચિત્ર વસ્તુઓમાંથી ઘરેણાં બનાવવા માટે પ્રખ્યાત છે. તે હવે લોકોના સ્પર્મથી ઘરેણાં બનાવી રહી છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે. આટલુ જ નહિ લોકોને આ જ્વેલરી પણ ખૂબ પસંદ આવે છે.અમાન્ડા બૂથે જ્વેલરીની સીરિઝ બનાવી છે જેમાં તેણે માનવ શુક્રાણુઓનો ઉપયોગ 'મોતીનો હાર' બનાવવા માટે કર્યો છે. તે પુરુષોના વીર્યમાંથી મોતી બનાવીને સુંદર જ્વેલરી બનાવે છે.

2021માં આ બિઝનેસ કર્યો શરુ

2021માં આ બિઝનેસ કર્યો શરુ

અમાન્ડા બૂથે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તે મોતીના હાર અને સ્પર્મથી બનેલી વીંટી બતાવતી જોવા મળી રહી છે. તેણે જ્વેલરીમાં પુરૂષના શુક્રાણુમાંથી બનેલા મોતીનો ઉપયોગ કર્યો છે. કેનેડિયન શિલ્પકાર અને જ્વેલર લેર અમાન્ડા બૂથે 2021માં તેનો વ્યવસાય શરૂ કર્યો અને હવે સ્વર્મનો ઉપયોગ કરીને ઘરેણાં બનાવવાનુ શરૂ કર્યુ. આ વિચાર તેણને ટિકટોક પરના તેના એક ચાહકે સૂચવ્યો હતો.

જાણો કેવી રીતે બનાવે છે આ જ્વેલરી

જાણો કેવી રીતે બનાવે છે આ જ્વેલરી

આ પછી તેણે તેના વિશેની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને આશ્ચર્યજનક રીતે લોકોએ આવા ઘરેણાં માટે ઓર્ડર આપવાનુ શરૂ કર્યુ. ગ્રાહકો તેમના વીર્યના નમૂનાઓ અમાન્ડાની લેબમાં મોકલે છે જ્યાં તેમને સૂકવવામાં આવે છે, પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પહેરવા યોગ્ય અમાન્ડા ક્લે બીડ્સ અને ટ્રિંકલેટ્સમાં પરિવર્તિત કરવામાં આવે છે.

આ કારણે લોકો કરી રહ્યા છે ડિમાન્ડ

આ કારણે લોકો કરી રહ્યા છે ડિમાન્ડ

અમાન્ડાએ તેના પતિ સાથે પહેલો ટેસ્ટ કર્યો ત્યારબાદ જ્યારે તેને પ્રક્રિયા સમજાઈ તો તેણે ઓર્ડર લેવાનુ શરૂ કર્યુ. તેના મોટાભાગના ગ્રાહકો અમેરિકાના છે. લોકો પોતાના વીર્યમાંથી જ્વેલરી બનાવવાના ક્રેઝી જોવા મળે છે. તેની પાછળ એક ભાવનાત્મક કારણ છે. લોકો આ રીતે તેમની ફર્ટિલિટી અને પ્રેમની ઉજવણી કરવા માંગે છે. કેટલાક લોકો કે જેઓ પ્રજનનક્ષમતા અને કેન્સરની સારવાર કરાવી રહ્યા છે તેઓને તેમના શુક્રાણુઓને આ સ્વરૂપમાં જોઈને આનંદ થાય છે. અમાન્ડા આ જ્વેલરીમાંથી ઘણી કમાણી કરી રહી છે.

પહેલા આ વસ્તુઓથી બનાવી ચૂકી છે જ્વેલરી

પહેલા આ વસ્તુઓથી બનાવી ચૂકી છે જ્વેલરી

તમને જણાવી દઈએ કે અમાન્ડા બૂથ લોકોના સ્તનના દૂધ, પ્રિયજનો અથવા પાલતુ પ્રાણીઓના અંતિમ સંસ્કારના અવશેષો, ફર અને વાળમાંથી પણ ઘરેણાં બનાવે છે. તેણે લોહીથી પણ ઘરેણાં બનાવ્યા છે.

English summary
Canada woman makes jewelry Out Of Semen, Getting a lot of orders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X