Video : ખુદ માછલી પકડો અને મન ગમતી વાનગી બનાવડાવો, જાણો ક્યાં આવેલી છે આ અનોખી રેસ્ટોરન્ટ?
વિવિધ દેશોમાં વિવિધ થીમ પર આધારીત ઘણી રેસ્ટોરન્ટ તમે જોઈ હશે. ક્યાંક ઘોસ્ટ હાઉસમાં રેસ્ટોરન્ટ હોય છે તો ક્યાં પાણીની વચ્ચે તરતી રેસ્ટોરન્ટ આવેલી હોય છે. જો કે આજે આપણે જે રેસ્ટોરન્ટ વિશે વાત કરવાના છીએ એ આ તમામ રેસ્ટોરન્ટ કરતા અનોખી છે.
આ દુનિયામાં સી ફૂડના શોખીન લોકો પોતાના ગમતા સી ફૂડ માટે દુર દુર જતા હોય છે. આવા જ લોકો માટે આ અનોખી રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં તમે તમારી ગમતી માછલી પકડી શકો છો અને તેને ત્યાંના શેફ તમને ગમતી વાનગી બનાવી આપે છે.

આ અનોખી રેસ્ટોરન્ટ જાપાનમાં આવેલી છે. અહીં રેસ્ટોરન્ટમાં એક ખાસ તળાવ બનાવવામાં આવ્યુ છે. અહીં આવનારા કસ્ટમરોને માછલી પકડવા માટે કિટ આપવામાં આવે છે. તે પોતાની ગમતી માછલી પકડી શકે છે અને તેમાંથી ઓર્ડર તૈયાર કરવામાં આવે છે.
હાલમાં જ એક ઓસ્ટ્રેલિયન ટ્રાવેલ બ્લોગરે જાપાનની આ ફેસમ જૌઓ ફિશિંગ રેસ્ટોરન્ટની ખાસિયતો ફોટો અને વીડિયો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 980ના દાયકાથી ચાલતી આવતી આ રેસ્ટોરન્ટ ગ્રાહકોને ડિનર પર ખાસ ઓફર આપે છે.
આ રેસ્ટોરન્ટમાં આવનારા ગ્રાહકોને માછલી પકડવા માટેની કિટ આપવામાં આવે છે અને તે માછલી પકડે પછી ઢોલ વગાડીને સેલિબ્રેટ કરે છે ત્યારબાદ ત્યાંના શેફ કસ્ટમરને ગમતી વાનગી બનાવી આપે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો વચ્ચેના તળાવમાંથી લોબસ્ટર, ઝીંગા, ક્લેમ અને ફ્લાઉન્ડર પકડી રહ્યા છે. તમે જે માછલી પકડો છો તેના આધારે ડિશની કિંમત નક્કી થાય છે. જો કોઈ ગ્રાહકને માછલી પકડવામાં તકલીફ પડે તો સ્ટાફ મદદ કરે છે.
રેસ્ટોરન્ટનું ઈન્સ્ટાગ્રામ પર એક પેજ છે અને તેમા લોકોને માછીમારી કરતા ફોટો પણ શેર કપવમાં આવે છે. રેસ્ટોરન્ટમાં આવેલા નાના તળાવમાં લોકો લાકડાની હોડીમાં બોટીંગ કરી શકે છે.
રેસ્ટોરન્ટના જણાવ્યા અનુસાર, જો તમે ખુદ માછલી પકડો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળે છે. રેડ-સ્નેપર માછલીની કિંમત 4,180 જાપાનીઝ યેન છે પરંતુ જો ગ્રાહક તેને પકડે તો તેની કિંમત 3,103 યેન હશે. તમે તમારી પોતાની પકડેલી માછલી ડિસ્કાઉન્ટ કિંમતે ખાઈ શકો છો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
