ખૂબસૂરતીના નામે ચિટિંગ? જાણો શું છે નકલી નાભિ લગાવીને સુંદર દેખાવાનો નવો બ્યૂટી ટ્રેન્ડ?
સામાન્ય રીતે તમે સાંભળ્યુ હશે કે મહિલાઓ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે પરંતુ હવે દુનિયામાં એક એવો ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેના વિશે તમે ચોક્કસ નહીં સાંભળ્યુ હોય. જાણીને તમને નવાઈ લાગશે કે હવે મહિલાઓ સુંદર દેખાવા માટે નકલી નાભિ લગાવી રહી છે.
તમે ઘણા એવા બ્યુટી ટ્રેન્ડ વિશે ઘણું સાંભળ્યું હશે જેમા પાંપણને અલગથી ચોંટાડવી, આઈબ્રો પર ટેટૂ કરવુ કે નકલી નખ લગાવવા વગેરે. પરંતુ તમે ક્યારેય એવુ સાંભળ્યુ કે, બેલી બટન એટલે કે મહિલાઓ નાભિને અલગથી ખરીદીને લગાવતી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેન્ડ ચીનમાં ચાલી રહ્યો છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, ચીનમાં મહિલાઓમાં નકલી બ્રેસ્ટ, બટ અને હવે નાભિનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં જ નાભિને ચોંટાડવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ટેટૂની જેમ પેટ પર નકલી નાભિ લગાવાય છે. આ નાભિની ઉપર તેમના પેટ પર ચોંટી જાય છે.
આમ કરવાથી શરીરનું પ્રમાણ થોડું બદલાય છે અને સ્કર્ટ પહેર્યા પછી તેમના પગ લાંબા દેખાવા લાગે છે. ચીનના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Pinduoduo પર આવી નકલી નાભિ સસ્તા ભાવે મળી રહી છે.
તમને સવાલ થાય કે આવુ કેમ કરાય છે અને મહિલાઓ આનો ઉપયોગ કેમ કરે છે તો ચીનની મહિલાઓનું કહેવું છે કે આનાથી તેમને 50-50 બોડી રેશિયોથી છુટકારો મેળવવામાં મદદ મળી છે.
તમે તેની લોકપ્રિયતા એ હકીકત પરથી જાણી શકો છો કે પોર્ટલને દરરોજ 4,400 ઓર્ડર મળી રહ્યા છે. આની કિંમત પ્રતિ પેજ 1 થી 1.5 રૂપિયા છે અને તેથી તેને ખરીદવામાં વધુ વિચારવાની જરૂર નથી. હવે આ ટ્રેન્ડને લઈને ચર્ચા શરૂ થઈ છે કે આ રીતે પોતાના શરીર પર વિશ્વાસ ન રાખવો એ કેટલું યોગ્ય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
