જૂની કાર ખરીદી રહ્યા છો તો ચેક કરી લો આ વસ્તુ, નહીં તો જવુ પડી શકે છે જેલ
પોતાની કાર ખરીદવાનું દરેક માણસનું સપનુ હોય છે. ઘણા લોકો પોતાના આ સપનાને પુરૂ કરવા માટે જૂની કાર પણ ખરીદતા હોય છે. જૂની કાર લેવી એ કોઈ ખોટી વાત નથી, પરંતુ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. જો આમ ન કરીએ તો આગળ જતા મોટી સમસ્યાો સર્જાય છે.
જૂની કાર ખરીદતા પહેલા તમારે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તમારી એક ભૂલ તમને જેલમાં પણ પહોંચાડી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સાચું છે અને તમારે આ કરવું ખૂબ જ જરૂરી છે.

જો તમે કાર વેચો તો તમારે ઓનરશિપ ટ્રાન્સફર કરાવવી પડે છે. વાહન ખરીદવાની તમારે RTOને જાણ કરવી પડે છે. જો તમે આમ ન કરો તો સજાપાત્ર ગુનો બને છે અને ટ્રાફિક પોલીસ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે. તમારા માટે આ કરવું ખૂબ જ મહત્વની છે. આ પ્રક્રિયા હવે ઓનલાઈન પણ થઈ શકે છે.
સામાન્ય ઓનરશિપ ટ્રાન્સફર માટે તમારે ફોર્મ 29 અને ફોર્મ 30 ભરવું પડશે. આ ઉપરાંત તમે સ્થાનિક RTO પર જઈને તેને જમા કરાવી શકો છો. આ સિવાય તમે તેને ઓનલાઈન પણ સબમિટ કરી શકો છો. હવે ઓનલાઈન સુવિધા પણ RTO દ્વારા આપવામાં આવી રહી છે.
ફી ભરવાની સાથે તમારી અરજી સબમિટ થાય છે. આગળનો નિર્ણય આરટીઓને લેવાનો છે. સરકારે આ સમગ્ર પ્રક્રિયાને ફેસલેસ બનાવી દીધી છે અને તમારા RTOની મુલાકાત લેવાની જરૂર નથી. આરસી સરન્ડર કરવા માટે તમે ઓનલાઈન પ્રક્રિયાની મદદ પણ લઈ શકો છો. ઘણા લોકો આ પ્રક્રિયાને પણ અનુસરી રહ્યા છે. આ પ્રક્રિયાને અનુસરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક યુઝરે આ કરવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
