ચીનના યુવાનો જિનપિંગના કારણે બ્રા-પેન્ટી પહેરી રહ્યા છે, જાણો શું છે કારણ?
વિવાદ ચીનનું બીજુ નામ છે. ક્યારેક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સમર્થન તો ક્યારે અમેરિકા અને ભારત સાથે જરૂર વગરની બબાલ માટે તે જાણીતું છે. હવે અહીંથી એક ચૌકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
ચૌકાવનારી બાબત એ છે કે આ વખતે ચીન એક અલગ જ બાબતને લઈને વિવાદમાં આવ્યુ છે. અહીં પુરુષો સોશિયલ મીડિયા પર મહિલાઓના અંડરગારમેન્ટનો પ્રચાર કરી રહ્યા છે. પુરૂષો આ પ્રચાર માત્ર બોલીને દેખાડીને નહીં પરંતુ તે બ્રા અને પેન્ટી પહેરીને વિડિયો જાહેરાતો શૂટ કરીને પ્રચાર કરી રહ્યા છે.

હવે સવાલ એ છે કે આખરે પુરુષો મહિલાઓના અંડરગારમેન્ટને પ્રમોટ કેમ કરી રહ્યા છે? શું ચીનમાં મહિલા મોડલ્સની અછત છે કે પછી એવો કોઈ નિયમ છે જેના કારણે મહિલાઓ અંડરગારમેન્ટને પ્રમોટ નથી કરી રહી?
આમ થવા પાછળનું કારણ ચીને હાલમાં જ લાગુ કરેલો એક નવો નિયમ છે. આ નિયમને કારણે હવે સોશિયલ મીડિયા લાઇવ સ્ટ્રીમિંગ એપ પર મહિલા અન્ડરગાર્મેન્ટ પહેરીને આવી શકતી નથી. આ જ કારણ છે કે હવે ચીનના લોન્જરી ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે પુરુષો આગળ આવી રહ્યા છે. તમામ લાઇવ સ્ટ્રીમિંગ એપ પર આ પુરુષો મહિલાઓના અન્ડરગાર્મેન્ટ પહેરીને પ્રચાર કરી રહ્યા છે.
આ મુદ્દે એક ચીની ટ્વિટર યુઝરે લખ્યુ કે, ચીનમાં મહિલાઓ અંડરગારમેન્ટ પહેરીને લાઇવ બ્રોડકાસ્ટ એપ્લિકેશન પર આવી શકતી નથી. જો તે આમ કરે છે, તો ચીન સરકારના નવા નિયમ હેઠળ તેના પર ઑનલાઇન પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ અશ્લીલતા ફેલાવવા જેવું હશે. આ જ કારણ છે કે હવે મહિલાઓને બદલે પુરૂષો ચાઈનીઝ લોન્જરી કંપનીઓને પ્રમોટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને તેના પર પોર્નોગ્રાફી ચલાવવામાં આવી રહી છે તેને જોતા આવનારા સમયમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આવા નિયમો બની શકે છે.
જો આ નિર્ણય દુનિયાના અન્ય દેશોમાં લાગુ થશે તો મહિલાઓના અન્ડરગાર્મેન્ટ બનાવતી કંપનીઓ માટે મુશ્કેલી ઉભી થશે. કારણ કે ડિજિટલ યુગના દેશ અને દુનિયાની મોટાભાગની કંપનીઓ સોશિયલ મીડિયા દ્વારા જ તેમની પ્રોડક્ટ્સનું પ્રમોશન કરે છે.












Click it and Unblock the Notifications
