લગ્ન માટે મૂકી એવી શરતો, વાયરલ થઇ રહી છે પોસ્ટ
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, ઘણીવાર આ વિવિધતા ઘણી અજીબ હોય છે. ભારતમાં લગ્નના વીડિયો કે ફોટોસ વાયરલ થતા રહે છે, જે વચ્ચે હવે એક લગ્ન માટે મૂકવામાં આવેલી શરતો વાળું કટિંગ વાયરલ થઇ રહ્યું છે.
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, ઘણીવાર આ વિવિધતા ઘણી અજીબ હોય છે. ભારતમાં લગ્નના વીડિયો કે ફોટોસ વાયરલ થતા રહે છે, જે વચ્ચે હવે એક લગ્ન માટે મૂકવામાં આવેલી શરતો વાળું કટિંગ વાયરલ થઇ રહ્યું છે. લોકો આ કટિંગ પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ કટિંગમાં જણાવવામાં આવ્યું છે કે, તેને કઇ કોલેજમાંથી પાસ આઉટ થયેલો પાર્ટનર જોઇએ છે અને તેમાં શું શું વિશેષતાઓ હોવી જોઇએ.

મૂકવામાં આવી વિચિત્ર શરતો
વાસ્તવમાં આ તસવીર ટ્વિટર પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી છે. આમાં પાર્ટનર માટે વિચિત્ર શરતો મૂકવામાં આવી છે. જોકે, તે જાણી શકાયું નથી કે, આ શરતો છોકરીતરફથી મૂકવામાં આવી છે કે, છોકરા તરફથી મૂકવામાં આવી છે, પરંતુ તેની માંગ આશ્ચર્યજનક છે. કેટલાક લોકો આ શરતો પર રોષે ભરાયા છે અને કેટલાક લોકો તેની મજા પણ લઈ રહ્યા છે.
કોલેજોનો પણ ઉલ્લેખ કરાયો
જેમાં પહેલા લખવામાં આવ્યું છે કે, સંભવિત પાર્ટનરનો જન્મ 1992 પહેલા થયો ન હોવો જોઇએ. પાર્ટનર પાસે MBA, MTech, MS અથવા PGDM ડિગ્રી હોવી આવશ્યક છે. આ ડિગ્રી ચોક્કસ સંસ્થામાંથી હોવી જોઈએ. જેમાં NIT, 4 IIIT, IISc બેંગ્લોર, BITS પિલાની, DTU, NSIT, જાદવપુર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઇએ. આટલું જ નહીં, આ કોલેજોમાંથી તેમણે અભ્યાસ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
What is your take on this? pic.twitter.com/FWO1YGyxge
— Dr.D G- KOHLI'S SLAVE (@RetardedHurt) October 17, 2022
સ્થાન, કુટુંબ, પગાર અને જાતિ
આ પછી સ્થાન, પરિવારના સભ્યો, પગાર અને જાતિ લખવામાં આવી છે. દિલ્હી એનસીઆરનો રહેવાસી હોવો જોઈએ. પાર્ટનરમાં બેથી વધુ ભાઈ-બહેન ન હોવા જોઈએ, વાર્ષિક પગાર 30 લાખથી ઓછો ન હોવો જોઈએ, ઊંચાઈ 5.7 થી 6 ફૂટની વચ્ચે હોવી જોઈએ. તેમજ તે નોન માંગલિક અગ્રવાલ કાસ્ટનો જ હોવો જોઈએ.
હાલમાં આ શરતો સાથે આ લગ્નનો બાયોડેટા વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ટ્વિટર પર પ્રતિક્રિયાઓનો મારો શરૂ થઈ ગયો છે. કેટલાક યુઝર તેને ફેક ગણાવી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે કે, આવી શરતો સાથે બહુ ઓછા લોકોને જીવનસાથી મળશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
