Video : ચાલુ બાઇકે સ્ટંટબાજી કરતા કપલનો વીડિયો શેર કરીને દિલ્હી પોલીસે ચેતવણી આપી, જુઓ વીડિયો
આજકાલ સ્ટંટબાજ બાઇકર્સની ખુબ ચર્ચા રહે છે. હાઈવે પર છોકરી સાથે સ્ટંટબાજી કરતા બાઇકનો એક વીડિયો દિલ્હી પોલીસે શેર કર્યો છે અને બીજા બાઇકર્સને ચેતવણી જારી કરી છે.
આજકાલ ઈન્ટરનેટ પર એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાઇક પર એક યુવક અને એક યુવતી જોવા મળી રહ્યા છે. બન્ને ચાલુ બાઇકમાં સ્ટંટ કરી રહ્યા છે. હવે દિલ્હી પોલીસની નજરમાં આ વીડિયો ચડ્યો છે.

દિલ્હી પોલીસે બાઇક સ્ટંટ કરતા આ કપલનો આ વીડિયો શેર કરીને ચેતવણી જારી કરી છે કે આવા સ્ટંટ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે. આ વીડિયો ક્લિપમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને બાઇકની પાછળ બેસાડીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તે પછી આ કપલની હાલત બધા માટે એક શીખ સમાન છે.
આ વીડિયોમાં કપલ ચાલતી બાઇક પર ખતરનાક સ્ટંટ દરમિયાન બાઇક પરથી ખરાબ રીતે પડી ગયા અને ઘાયલ થઈ જાય છે. હવે પોલીસે આવા સ્ટંટબાજોને આવુ ન કરવા ચેતવ્યા છે.
દિલ્હી પોલીસે વીડિયો માટે કેપ્શનમાં લખ્યુ કે, યે ઈશ્ક હૈ હાયે - જબ વી મેટ કા ગીતને ફેરવીને પોલીસે લખ્યું કે, યે રિસ્ક હાયે, બેઠે બિઠાયે, હડિયા તુડવાયે. આ સાથે પોલીસે લખ્યું છે કે જ્યારે આપણે બેદરકારીથી વાહન ચલાવવાના કારણે અકસ્માતનો ભોગ બનીએ છીએ.
JAB WE MET with an accident due to reckless driving.#DriveSafe@dtptraffic pic.twitter.com/adfwIPtHlX
— Delhi Police (@DelhiPolice) June 28, 2023
દિલ્હી પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર હજારો વ્યૂઝ અને કોમેન્ટ્સ આવી રહી છે. પોસ્ટ પર ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે, સ્પીડ થ્રિલ્સ બટ કિલ્સ. કોઈ શોર્ટકટ નહીં.












Click it and Unblock the Notifications
